સલમાન ખાને અપકમિંગ આગામી ફિલ્મ કિસી કા ભાઈ… કિસી કી જાનનો પહેલો લુક ઈન્ટરનેટ પર શેર કર્યો છે. ફિલ્મનુ નામ પહેલા કભી ઈદ કભી દિવાલી હતુ. તો કદાચ હાલના સમયમાં ચાલી રહેલ બોયકૉટની રાજનીતિને પગલે તેનુ નામ ધર્મ અને તહેવારથી અલગ રાખવામાં આવ્યું છે.
સલમાન ખાનને બોલીવુડમાં 34 વર્ષ પૂર્ણ થતા કિસી કા ભાઈ કિસી કી જાનનો ફર્સ્ટ લુક શેર કર્યો છે. 26 ઓગષ્ટે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સલમાન ખાનને 34 વર્ષ પૂરા થયા છે. આ દિવસને સેલિબ્રેટ કરતા બોડીગાર્ડ ફિલ્મના અભિનેતાએ પોતાની નવી ફિલ્મની એક ઝલક બતાવી છે. સલમાન ખાન પોતાના લેટેસ્ટ વીડિયોમાં લાંબા વાળવાળા લુકમાં જોવા મળી રહ્યો છે.
સલમાન ખાનના પ્રશંસકો માટે આ એક ટ્રીટ જેવુ જ છે. અભિનેતાએ તેની અપકમિંગ ફિલ્મ કિસી કા ભાઈ… કિસી કી જાનનો પોતાનો પહેલો લુક નાના મેસેજની સાથે શેર કર્યો છે. તેના લેટેસ્ટ લુકે ભાઈજાનના પ્રશંસકોને સરપ્રાઈઝ કરી દીધો છે. આ લુકની અપેક્ષા અત્યાર સુધી કોઈએ કરી નહોતી. મહત્વનું છે કે પહેલા ફિલ્મનુ ટાઈટલ કભી ઈદ કભી દિવાળી અને ભાઈજાન હતુ. તો સલમાન ખાનની લેટેસ્ટ પોસ્ટે ફિલ્મના નામને પણ કન્ફર્મ કરી દીધુ છે. અપકમિંગ ફિલ્મના ફર્સ્ટ લુક વીડિયોમાં સલમાન ખાન લાંબા વાળવાળા લુકમાં જોવા મળી રહ્યાં છે. સોશિયલ મીડિયામાં પોસ્ટને શેર કરતા સલમાન ખાને લખ્યું, “#KisiKaBhaiKisiKiJaan.”