રશિયાના એક વિમાનને એક મેદાનમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. મોટી વાત એ છે કે આ પ્લેનમાં 167 મુસાફરો સવાર હતા. આ અંગે અધિકારીઓએ જણાવ્યું કે આ વિમાનમાં 167 મુસાફરો સવાર હતા. ન્યૂઝ એજન્સી ‘રોયટર્સ’ અનુસાર, આ રશિયન પ્લેને બ્લેક સી રિસોર્ટ સોચીથી સાઇબેરીયન શહેર ઓમ્સ્ક માટે ઉડાન ભરી હતી. એક રશિયન પેસેન્જર એરબસ A320ને મંગળવારે ટેકઓફ કર્યા બાદ સાઇબેરીયન વિસ્તારમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. સત્તાવાળાઓએ નોવોસિબિર્સ્ક પ્રદેશમાં જંગલની નજીકના મેદાનમાં ઉરલ એરલાઇન્સના વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગના ફૂટેજ જાહેર કર્યા. જોકે, અધિકારીઓએ જણાવ્યું હતું કે ઈમરજન્સી લેન્ડિંગ દરમિયાન કોઈ જાનહાનિ થઈ નથી.
યુદ્ધ બાદ પ્રતિબંધથી રશિયન ઉડ્ડયનને ખરાબ અસર થઈ છે
મોસ્કોની ઉડ્ડયન એજન્સી રોસાવિયેતસિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “મોસ્કોના સમય મુજબ સવારે 5.44 કલાકે, સોચી-ઓમ્સ્ક વચ્ચે ઉડાન ભરી રહેલા ઉરલ એરલાઈન્સના A320 વિમાનને ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. જો કે, લેન્ડિંગ સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.
કોઈ જાનહાનિ થઈ ન હતી. “આ ઈમરજન્સી લેન્ડિંગ સાઇબિરીયાના નોવોસિબિર્સ્ક ક્ષેત્રના કામેન્કા ગામ પાસે બનાવવામાં આવ્યું હતું.એવું કહેવામાં આવી રહ્યું છે કે વિમાનમાં કુલ 167 મુસાફરો સવાર હતા.જેમાં 159 મુસાફરો અને 6 ક્રૂ મેમ્બરનો સમાવેશ થાય છે.આપને જણાવી દઈએ કે મોસ્કોના યુક્રેન હુમલા બાદ પશ્ચિમી પ્રતિબંધોને કારણે રશિયન ઉડ્ડયનને ખરાબ અસર થઈ છે.
4 વર્ષ પહેલા પણ રશિયાનું એક વિમાન મકાઈના ખેતરમાં ઉતર્યું હતું
આવી જ ઘટના 4 વર્ષ પહેલા રશિયામાં બની હતી. ત્યારબાદ રશિયન પ્લેન A-321 પક્ષીઓ સાથે અથડાયા બાદ પ્લેનને મકાઈના ખેતરમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું કે વિમાનમાં 233 લોકો સવાર હતા. આ અકસ્માતમાં 23 લોકો ઘાયલ થયા છે. ઉરલ એરલાઇન્સ A321 226 મુસાફરો અને સાત ક્રૂને મોસ્કોના ઝુકોવસ્કી એરપોર્ટથી રશિયન હસ્તકના ક્રિમીઆના સિમ્ફેરોપોલ સુધી લઈ જતી હતી. વિમાન ટેક-ઓફના થોડા સમય બાદ પક્ષી સાથે અથડાયું હતું. જેના કારણે એન્જિનમાં આગ લાગી હતી. ત્યારપછી પાઈલટે તાત્કાલિક ઈમરજન્સી લેન્ડિંગ કરવાનો નિર્ણય લીધો અને વિમાનને મકાઈના ખેતરમાં સફળતાપૂર્વક લેન્ડ કરાવ્યું. ત્યારે આટલા લોકોના જીવ બચાવવા માટે પાયલટને ‘હીરો’ તરીકે સન્માનિત કરવામાં આવ્યો હતો.