હાલમાં રશિયા યુક્રેનના શહેરો પર હુમલો કરી રહ્યું છે જેને લીધે ઝેલેન્સકી ગુસ્સે થયેલા છે. અને બીજી તરફ રશિયાએ પોતાની રણનીતિ બદલતા યુક્રેનના મુખ્ય શહેરો પર હુમલા શરૂ કરી દીધા છે. પરંતુ રશિયાની પણ મોટી સફળતા જોવા મળી રહી છે, જેમાં યુક્રેન તેના મોટા શહેરોમાંથી પોતાનો કબજો ગુમાવી રહ્યું છે. અત્યારે જોઈએ તો રશિયા ડોનેત્સ્કમાં ભયાનક હુમલો કરી રહ્યું છે. અને આ જ સાથે લુહાન્સ્ક શહેર પણ ટૂંક સમયમાં તેના કબજામાં આવશે એવું લાગી રહ્યું છે.

આ સ્થિતિમાં રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીની મુશ્કેલીઓ વધવાની છે.રિપોર્ટ મુજબ રશિયન સેના લુહાન્સ્ક પ્રાંત પર કબજો કરવાની નજીક છે. જો કે તેમનો મુકાબલો યુક્રેનિયન સેના દ્વારા કરવામાં આવી રહ્યો છે. પરંતુ આ પ્રાંત પર રશિયાનો કબજો નિશ્ચિત છે. સમાચાર અનુસાર, રશિયન સેનાએ લુહાન્સ્કના લિસિચાંસ્ક શહેરને સંપૂર્ણ રીતે ઘેરી લીધું છે અને ત્યાં ભારે તોપમારો થઈ રહ્યો છે