Site icon Meraweb

વડાપ્રધાનને વિકાસ પુરુષ તરીકે પ્રસ્થાપિત કરવા ભાજપ યુવા મોરચા દ્વારા રન ફોર ડેવલોપમેન્ટ મેરેથોન દોડનું કરાયું આયોજન

જામનગરમાં ભાજપ યુવા મોરચા દ્વારા રન ફોર ડેવલોપમેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિકાસ પુરુષ તરીકે પ્રસ્થાપિત કરવા માટે રન ફોર ડેવલોપમેન્ટનું આયોજન કરાયું હતું.અંદાજિત 500 થી 700 જેટલા યુવાનો આ મેરેથોન દોડમાં જોડાયા હતા.જેમાં જામનગર અને દેવભૂમિ દ્વારકાના સાંસદ પૂનમબેન માડમ , કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા ,ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા તેમજ શહેર પ્રમુખ વિમલભાઈ કગથરા તેમજ પ્રદેશ યુવા મોરચાના ઉપપ્રમુખ હરેન્દ્રસિંહ ગોહિલ સહિતના મહાનુભાવોએ દોડ લગાવી હતી.

આ કાર્યક્રમમાં કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા અને જામનગર અને દેવભૂમિ દ્વારકાના સાંસદ પૂનમબેન માડમ , ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા શહેર પ્રમુખ વિમલભાઈ કગથરા ,સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મનીષ કટારીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.તેમજ યુવા મોરચાના શહેરના પ્રમુખ દિલીપસિંહ જાડેજા તેમજ મહામંત્રી વિરમભાઇ બારડ અને ચિંતનભાઈ ચોવટીયા સહિત યુવા મોરચાના તમામ કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી.

17 સપ્ટેમ્બરથી 2 ઓકટોબર સુધી એક સપ્તાહ સુધી વડાપ્રધાનના જન્મ દિવસની ઉજવણી કરાઇ રહી છે…પંડિત દીનદયાળજી ના જન્મ દિન નિમિતે યુવા મોરચા દ્વારા મેરેથોન યોજવામાં આવી હતી….