ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ એશિયા કપની સુપર 4 મેચમાં શ્રીલંકા સામે એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. કેપ્ટન રોહિતે વનડે ક્રિકેટમાં પોતાના 10 હજાર રન પૂરા કરી લીધા છે. શ્રીલંકા સામેની મેચમાં પ્રવેશતા પહેલા રોહિતને 22 રનની જરૂર હતી અને તેણે અદભૂત રીતે સિક્સર ફટકારીને આ માઈલસ્ટોન હાંસલ કર્યો હતો.
રોહિતે એક મોટો રેકોર્ડ બનાવ્યો
રોહિત 10 હજાર ODI રન પુરા કરનાર છઠ્ઠો ભારતીય બેટ્સમેન છે. રોહિત વિશ્વમાં સૌથી ઝડપી 10,000 રન પૂરા કરનાર બેટ્સમેનોની યાદીમાં બીજા સ્થાને છે. રોહિતે માત્ર 241 ઇનિંગ્સમાં 10 હજાર રન પૂરા કર્યા. રોહિત આ મામલે માત્ર વિરાટ કોહલીથી પાછળ છે. વિરાટે 205 ઇનિંગ્સમાં 10 હજારનો આંકડો પાર કર્યો હતો. જ્યારે સચિન તેંડુલકરે 259 ઇનિંગ્સમાં આ રેકોર્ડ બનાવ્યો હતો. વિશ્વમાં સૌથી ઝડપી 10,000 રન બનાવનાર ટોચના ત્રણ બેટ્સમેન ભારતીય છે.