ધોની પછી રવિન્દ્ર જાડેજાની ફિલ્મી દુનિયામાં એન્ટ્રી, શેર કર્યું તેની પહેલી ફિલ્મનું પોસ્ટર

ટીમ ઇન્ડિયાના ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ મહેન્દ્ર સિંહ ધોનીની માફક ફિલ્મી દુનિયામાં એન્ટ્રી કરી છે. રવિન્દ્ર જાડેજા પોતાની પત્ની રીવાબા સાથે મળી એક ફિલ્મનું નિર્માણ કરવા જઈ રહ્યો છે. તેને જ આ માહિતી આપી છે. રવિન્દ્ર જાડેજાએ પોતાના ઇંસ્ટાગ્રામ ઉપર ફિલ્મનું પોસ્ટર પોસ્ટ કર્યું છે. શેર કરવામાં આવેલી માહિતી અનુસાર ફિલ્મનું નામ પછતર કા છોરા રાખવામાં આવ્યું છે.આ ફિલ્મમાં રણદીપ હુડ્ડા, સંજય મિશ્રા, નીના ગુપ્તા અને ગુલશન ગ્રોવર જેવા બોલિવૂડ સ્ટાર્સ છે.રવીન્દ્ર જાડેજા અને તેની પત્ની આ ફિલ્મના નિર્માતા છે.આ ફિલ્મના ડિરેક્ટર જયંત ગિલતાર છે. જો કે હજુ સુધી આ ફિલ્મના લોન્ચિંગ અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી.

રવીન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જામનગરના ધારાસભ્ય છે. આ સાથે જ રવિન્દ્ર જાડેજા હાલમાં ભારતીય ક્રિકેટ માટે રમી રહ્યો છે. નોંધનીય છે કે રવીન્દ્ર જાડેજા ઈજાના કારણે લગભગ છ મહિના બાદ ભારતીય ટીમમાં પરત ફર્યો છે. તે ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીમાંથી મેદાનમાં પરત ફર્યો છે.

https://www.instagram.com/p/CpcA-0RK12s/?igshid=YmMyMTA2M2Y=

ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર ગાવસ્કર સિરીઝની ત્રણ મેચમાં રવિન્દ્ર જાડેજાએ પોતાનું એક્સ્ટ્રા ઓર્ડિનરી પ્રદર્શન બતાવ્યું છે. રવિન્દ્ર જાડેજા શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે અને ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં ભારતને ફાયદો કરાવી રહ્યો છે.ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણી બાદ 17 માર્ચથી વનડે શ્રેણી રમવા જઈ રહી છે. રવિન્દ્ર જાડેજા પણ ODI સિરીઝ હેઠળ જોવા મળવાનો છે.રવીન્દ્ર જાડેજા એવો ખેલાડી છે જે ભારત માટે ત્રણેય ફોર્મેટમાં રમે છે.