ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બર્મિઘમના એજબેસ્ટનમાં રમાતી પાંચમી રિશેડ્યુલ ટેસ્ટમાં રવિન્દ્ર જાડેજાએ ઈતિહાસ રચ્યો છે. રવિન્દ્ર જાડેજાએ 194 બોલમાં 13 ચોગ્ગા મારી 104 રનની ધમાકેદાર ઈનિંગ રમી હતી. આ સાથે જ તે કપિલ દેવ અને મહેન્દ્રસિંહ ધોનીની યાદીમાં સામેલ થયા છે. તેમજ એક ઈયરમાં 7 નંબર અથવા તેનાથી નીચેની બેટીંગ કરતા જાડેજાએ બે સદી ફટકારી છે. ઉપરાંત જાડેજા દિગ્ગજ ક્રિકેટર કપિલ દેવ અને એમએસ ધોનીની ખાસ ક્લબમાં પણ સામેલ થયા છે.
રવિન્દ્ર જાડેજા બર્મિઘમના એજબેસ્ટનમાં સદી ફટકારનારા ચોથા ભારતીય બની ગયા છે. આની પહેલા આ મેચમાં રિષભ પંતે, સચિન તેંડુલકર અને વિરાટ કોહલીએ એજબેસ્ટનમાં ટેસ્ટ સદી ફટકારી છે. જોઈએ તો જાડેજાએ 183 બોલમાં સદી ફટકારી હતી અને આ દરમ્યાન જાડેજાએ ચોગ્ગા પણ ફટકાર્યા હતા, વળી પહેલા દિવસે રિષભ પંતે પણ 89 બોલમાં સદી પૂર્ણ કરી હતી. રવિન્દ્ર જાડેજાએ 194 બોલમાં 104 રનની ઈનિંગ રમી હતી