“શિવ ભક્તિ સાથે રાષ્ટ્ર ભક્તિ” ૧૦૦ રાષ્ટ્રધ્વજ સાથે વસરા પરિવાર દ્વારા રુદ્રાભિષેકનો કાર્યક્રમ યોજાયો

જામનગર જિલ્લા ના લાલપુર-જામજોધપુર ના ગોપનાથ મહાદેવ મુકામે ૨૦.૦૦૦ લોકોની ઉપસ્થિતિ તેમજ ૧૦૦ રાષ્ટ્રધ્વજ સાથે વસરા પરિવાર દ્વારા રુદ્રાભિષેકનો કાર્યક્રમ યોજાયો હતો.

"Rashtra Devotion with Shiva Bhakti" Rudrabhishek program organized by Vasara family with 100 national flags

મોટી ગોપ ખાતે આશરે 5 હજાર વર્ષ જૂનું પૌરાણિક શ્રી ગોપનાથ મહાદેવ મંદિરે ગત તા. ૦૧-૦૮-૨૦૨૨ સોમવારના રોજ વસરા પરિવાર દ્વારા રુદ્રાભિષેક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો… જેમાં ઢોલ- શરણાઈ સાથે રુદ્રાક્ષ ની માળા આપી તમામ મહેમાનો નું સ્વાગત કરવામાં આવ્યું હતું.. ત્યારબાદ બપોરે ભોજન સમારંભ રાખવામાં આવ્યો હતો… અને લઘુરૂદ્ર અભિષેક – શિવ મહાપૂજા કરવામાં આવી હતી… પૂજામાં તમામ ઉપસ્થિત મહેમાનોએ યજ્ઞ માં 5-5 આહુતિ આપી હતી… આ શિવ મહાપૂજા નો લાભ હાજર રહેલા મોટી સંખ્યા માં મહાનુભાવો, મહેમાનોએ લીધો હતો.

"Rashtra Devotion with Shiva Bhakti" Rudrabhishek program organized by Vasara family with 100 national flags

આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ, લોકો ઉપસ્થિત રહ્યા હતા અને શ્રી શિવ મહાપૂજા નો અમુલ્ય લ્હાવો લઇ શિવમય બન્યા હતા… આ શુભ પ્રસંગે ભક્તોએ પ્રસાદીનો લાભ લીધો હતો.. આ શિવ ભક્તિ સાથે રાષ્ટ્ર ભક્તિ કાર્યક્રમ માં જામ જોધપુર, લાલપુર, જામનગર જીલ્લા તથા ગુજરાત નાં અનેક નામી અનામી અગ્રણીઓ જોડાયા હતાં.

"Rashtra Devotion with Shiva Bhakti" Rudrabhishek program organized by Vasara family with 100 national flags

વસરા પરિવાર તેમજ સુરેશભાઇ ગોવાભાઇ વસરા પ્રદેશમંત્રી, કિશાન મોરચો, ગુજરાત પ્રદેશ, ભાજપ તેમજ પ્રવીણભાઈ કાનાભાઈ વસરા, પ્રમુખ લાલપુર આહીર સમાજના અગ્રણીઓ દ્વારા આ કાર્યક્રમ યોજ્યો હતો…