આજે આંતરરાષ્ટ્રીય મહીલા દિવસ છે ત્યારે ઠેર ઠેર મહિલા દિવસની ઉજવણીઓ કરવામાં આવી રહી છે.પરંતુ રાજકોટ પોલીસ દ્વારા આ દિવસની એક અનોખી રીતે ઉજવણી કરવામાં આવી છે. રાજકોટ પોલીસ દ્વારા રેડ લાઈટ વિસ્તારમાં જઈ અને ગણિકાઓ સાથે કેક કાપીને મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી છે.
નારી તું નારાયણી
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે રાજકોટ પોલીસે ગણિકાઓ સાથે કેક કાપીને મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.આજના દિવસમાં ગણિકાઓનું શું સ્થાન હોય છે તે આપણે સૌ જાણીએ છીએ ત્યારે રાજકોટ પોલીસ દ્વારા આ અનોખી ઉજવણી કરી અને ગણિકાઓને બ્યુટી પાર્લરની કિટો વિતરણ કરવામાં આવી હતી. સ્વમાન કોને વહાલું ન હોય ત્યારે ગણીકાઓને પોલીસ દ્વારા આપવામા આવેલ સમ્માનના કારણે તેમની પણ આંખોં ભીની થઈ હતી.તેઓ આ કામ તેમની મરજીથી નહીં પરંતુ મજબૂરીથી કરતાં હોવાનું પોલીસને જણાવ્યું હતું.
ગણીકાઓને પડતી તકલીફો અને મુશ્કેલીઓ પોલીસ દ્વારા સાંભળવામાં આવી હતી. જેમાં તેઓને જાણવા મળ્યું કે તેઓ આ કામ છોડવા તો માંગે છે પરંતુ કામની કોઈ વૈકલ્પિક વ્યવસ્થાના અભાવના કારણે આ કામ છોડી શકતા નથી , આથી રાજકોટ પોલીસ દ્વારા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે બ્યુટી પાર્લર અને શલુન કરવામાં આવશે તેમજ તે પાર્લરમાં મહિલાઓને બ્યુટી પાર્લરની તાલીમ આપવામાં આવશે અને તેમના સંતાનોને રાજકોટ પોલીસ દ્વારા દતક લઈ અને તેમને સારું શિક્ષણ અપાવવામાં આવશે.
રાજકોટ પોલીસ દરેક વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ વધારશે તેમજ કોઈપણ વિસ્તારોમાં કોઈપણ લોકોને કાઈ સમસ્યા હોય તો લોકોએ પોલીસ સ્ટેશન નહિ જવું પડે પોલીસ ખુદ તેમની પાસે જશે અને વિવિધ વિસ્તારોમાં લોક દરબાર યોજી અને લોકોની સમસ્યાઓનો ઉકેલ લાવવામાં આવશે તેમ લોકોને આશ્વસ્થ કરવામાં આવ્યા છે.પોલીસ એ પ્રજાનો મિત્ર છે આ વાક્ય રાજકોટ પોલીસે તેની કામગીરી દ્વારા સાબિત કરી બતાવ્યું છે. અમુક પોલીસકર્મીઓના પરાક્રમને લઈને સમગ્ર પોલીસ બેડાથી લોકો ડરતા હોય છે અને લોકો પોલીસ પ્રત્યેની નકારાત્મક છબી તેઓનાં મનમાં લઈને ફરે છે. પરંતુ રાજકોટ પોલીસે પોલીસ અને પ્રજા વચ્ચેના મૈત્રીના સંબંધો સાબિત કરી બતાવ્યા છે… પોલીસનું કામ ગુનાહીત પ્રવૃત્તિઓ રોકવાનું છે તેમજ સંસ્કારી સમાજનું સર્જન પણ પોલીસ કરવામાં પોલીસનો સિંહ ફાળો હોય છે જેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ રાજકોટ પોલીસ છે…