Site icon Meraweb

રાજકોટ / પીએમ મોદીના આગમન પહેલા મોટા પ્રમાણમાં જીલેટીન સ્ટીકની ચોરી, સુરક્ષા એજેન્સીઓ દોડતી થઇ

વડાપ્રધાન મોદી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે. પીએમ મોદી રાજકોટના જામકંડોરણામાં સભા સંબોધવાના છે. પણ પીએમ મોદીના આગમનના 2 દિવસ પહેલા એક એવી ઘટના બની છે, કે જેનાથી તમામ સુરક્ષા એજેન્સીઓની ઉંઘ હરામ થઇ ગઈ છે.

પીએમ મોદીના આગમન પહેલા  રાજકોટના આજી ડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં જીલેટીન સ્ટીકની ચોરીની ઘટના ઘટી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ 1600 જેટલી જીલેટીન સ્ટીકની ચોરી થઇ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમન પહેલા મોટા પ્રમાણમાં જીલેટીન સ્ટીકની ચોરીની ઘટના બનતા પોલીસ દોડતી થઇ.

જીલેટીન સ્ટિક (સાંકેતિક તસવીર)

આપને જણાવી દઈએ કે જીલેટીન સ્ટીકથી વિસ્ફોટ થયા છે, નક્સલી વિસ્તારમાં નક્સલવાદીઓ જીલેટીન સ્ટીકનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરે છે. નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, ગુજરાતના બ્લાસ્ટ અને બેલિસ્ટિક્સ નિષ્ણાત અને કન્સલ્ટન્ટ જીતેન્દ્ર કોચરે ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે જીલેટીન સ્ટીકનો જથ્થો આએક આખા બેઝમેન્ટને ઉડાવી શકે છે અને બિલ્ડીંગને પાડી શકે છે. આટલા મોટા પ્રમાણમાં જીએલટીન સ્ટીકની ચોરી થતા તમામ એજન્સીઓ ચોરને પકડવા કામે લાગી છે. પીએમના કાર્યક્રમને પગલે કેન્દ્રીય એજન્સીઓ,એટીએસ સહિતની ટીમો રાજકોટમાં અગાઉથી જ હોવાથી તપાસમાં જોડાઇ ગઈ છે.