જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા લોકસભા ચૂંટણીની તૈયારીઓનો પ્રારંભ

Preparations for Lok Sabha Elections started by District Election System

જામનગર તા. 4 સમગ્ર ગુજરાત રાજ્યની સાથે સાથે જામનગરમાં પણ ચૂંટણીના પડઘમ વાગયા છે, અને તંત્ર દ્વારા 2024 ની લોકસભાની ચૂંટણીની તૈયારીઓનો પ્રારંભ કર્યો છે. જામનગરની જિલ્લા કલેકટર કચેરીમાં ઇ.વી.એમ. નું ફર્સ્ટ લેવલનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને રાજકીય પક્ષના લોકોની હાજરીમાં ઇવીએમ મશીનનું બારીકાઈથી ચેકીંગ હાથ ધરાયું છે. જામનગર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા ઈ.વી.એમ. મશીનોની ચેકીંગ પ્રક્રિયાઓ 145 દિવસ સુધી ચાલશે, અને તંત્ર દ્વારા પોલીસ તેમજ અન્ય રાજકીય પક્ષોની હાજરીમાં ઇ.વી.એમ. અને વી.વી.પેટ નું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.

Govt bats for simultaneous polls; lists out imperatives before idea is  implemented - The Economic Times

આગામી 2024 ની લોકસભાની ચૂંટણીમાં આ ઇ.વી.એમ. મશીનો ઉપયોગમાં લેવામાં આવશે. તેમ જાણવા મળી રહ્યું છે. આ ચેકીંગ કામગીરી જિલ્લા સેવા સદન નજીક આવેલા ઇવીએમ રાખવા માટેના ડેડીકેટેડ વેર હાઉસ ખાતે કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આ સરકારી ગોડાઉનમાં ચૂંટણી માટેના સમગ્ર જિલ્લાના તમામ ઇ.વી.એમ. અને વિ.વિ. પેટ સહીતના સાધનો સમગ્ર વર્ષ દરમિયાન સ્ટોર કરીને રાખવામાં આવે છે.