જામનગરમાં ક્ષત્રિય આંદોલનની અસર વચ્ચે પૂનમ માડમની જીત, 2 લાખથી વધુ મતથી વિજેતા

જામનગર લોકસભા બેઠક પર ચૂંટણી લડનારા 14 ઉમેદવારોના ભાવિનો આજે ફેંસલો થયો છે. જામનગરની હરિયા કોલેજ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ભાજપના ઉમેદવાર પૂનમ માડમની જીત થઈ છે. ક્ષત્રિય આંદોલનની અસર વચ્ચે પૂનમ માડમની જીત થઈ છે. પૂનમ માડમ 2 લાખથી વધુ મતથી વિજેતા થયા છે.

જામનગર બેઠક માટેની આજે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. ક્ષત્રિય આંદોલનને પગલે આ બેઠક પર સૌની નજર હતી. આજે સૌથી પ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી હાથ ધરાઈ હતી. જે બાદ ઈવીએમથી મતગણતરી હાથ ધરાઈ હતી. શરૂઆતના રાઉન્ડમાં કોંગ્રેસના ઉમેદવાર જે.પી મારવીયા આગળ ચાલી રહ્યા હતા. જોકે, તે બાદ ધીમે ધીમે પૂનમ માડમે લીડ મેળવવાની શરૂ કરી હતી. બપોર સુધીમાં તો પૂનમ માડમ 1 લાખથી પણ વધુ મતથી આગળ નીકળી ગયા હતા. એક બાદ એક રાઉન્ડ પ્રમાણે મતગણતરી કરવામાં આવી હતી. શરૂઆતની રસાકસી બાદ પૂનમ માડમે સતત લીડ મેળવી લીધી હતી. અંતે ભાજપના ઉમેદવાર પૂનમ માડમનો ભવ્ય વિજય થયો છે. તેઓએ જીતની હેટ્રિક લગાવી છે. પૂનમ માડમની 2 લાખથી પણ વધુ મતથી શાનદાર જીત થઈ છે.

જીત બાદ પૂનમ માડમની પ્રતિક્રિયા

હાર બાદ જે.પી. મારવિયાની પ્રતિક્રિયા

જે.પી. મારવિયાએ હાર સ્વિકારતા કહ્યું કે, જનતાએ જે નિર્ણય લીધો છે, તે સિર્વમણી છે. હાર હુ સ્વિકારૂ છું.

કદાચ અમારી મહેનતમાં કચાશ રહી ગઈ હશે. જેને પગલે આવુ પરિણામ આવ્યું હશે. કદાચ જનતાને અમારી જરૂર નહીં હોય. જનતાએ જે નિર્ણય લીધો છે ત્યારે અમે હાર સ્વિકારીએ છીએ.