વડાપ્રધાન મોદીએ એરપોર્ટથી રોડ શો કરીને કમલમ પહોંચીને ભાજપના નેતાઓ, ધારાસભ્યો અને સાંસદો સાથે બેઠક કરી હતી. મોદીએ આગામી ચૂંટણીને લઈને તમામ નેતાઓ, ધારાસભ્યો અને સાંસદોની ક્લાસ લીધા હતાં. બેઠકમાં મોદીએ કહ્યુ કે, તમામ લોકોને એક સાથે ઘણા સમયે જોવાનો મોકો મળ્યો છે. આ બેઠક પૂર્ણ કરીને તેઓ રાજભવન તરફ રવાના થયાં હતાં.

બીજી તરફ ભાજપના નેતા નરહરી અમીને કહ્યું હતું કે, વડાપ્રધાન બધાને મળવા માટે કમલમ આવ્યાં હતાં. કોઈ ચૂંટણી લક્ષી કાર્યક્રમ હતો જ નહીં. જ્યારે સાંસદ પૂનમ માડમે કહ્યું હતું કે કાર્યકરોને મળવું એ વડાપ્રધાન માટે એક લ્હાવો છે. ભાજપ ચૂંટણીલક્ષી બેઠક કરતી પાર્ટી નથી.આ બેઠક કાર્યકર્તાઓમાં ઉર્જાનો સંચાર થાય એ માટે છે.

અમદાવાદના મેયર મોદીના રોડ શોમાં પાછળ રહી જતાં કમલમમાં જતાં રોકવામાં આવ્યાં હતાં. તેઓ કાળજાળ ગરમીમાં તેઓ બોર્ડની પાછળ છુપાઈને ઉભા રહ્યાં હતાં. ભાજપના કાર્યકરોએ કમલમની અંદર રહેલા નેતાઓને ફોન કર્યા હતાં પરંતુ કોઈ રીસ્પોન્સ નહીં મળતાં તેઓ 15 મિનિટ સુધી બહાર ઉભા રહ્યાં હતાં. આખરે અંદરથી લિસ્ટમાં નામ ચેક કરી અને ભાજપના કાર્યકર્તાઓ મેયરને સંતાડીને અંદર લઈ ગયા હતા.મેયર પણ મીડિયાથી બચીને નીચે વળીને અંદર ગયા હતા.હોલમાં સ્ટેજ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ સહિતના 10 નેતાઓ જ બેસશે. કમલમ પર પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના નેતાઓ હાજર રહ્યાં છે
https://fb.watch/bGSbqMCUQL/
વિધાનસભામાં આજે સત્ર નહીં મળે, આખી સરકાર વ્યસ્ત રહેશે
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે ત્યારે આજે વિધાનસભાનું બજેટસત્ર નહીં મળે. વિધાનસભાની પરંપરા મુજબ આજે બજેટની એક જ બેઠક હોય છે. જોકે આ સત્રમાં નરેન્દ્ર મોદી ગુજરાત આવ્યા હોવાથી આજે એક દિવસની રજા રાખવામાં આવશે, જેની જગ્યાએ આગામી 16 માર્ચે બે બેઠક મળશે. બીજી તરફ ભૂપેન્દ્ર પટેલની સરકારનું આખું પ્રતિનિધિમંડળ પણ સરપંચ સંમેલનમાં ઉપસ્થિત રહેશે, જેને કારણે 11 માર્ચના શુક્રવારે વિધાનસભાના બજેટસત્રમાં રજા રાખવામાં આવશે અને ત્યાર બાદ બીજો અને ચોથો શનિ-રવિ હોવાથી સરકારી કામકાજમાં પણ રજા રહેશે.