છેલ્લા 24 કલાકમાં જામનગર જિલ્લા પર મેઘરાજા બન્યા મહેરબાન!

In the last 24 hours, clouds have been kind to Jamnagar district!

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ઠેર ઠેર વરસાદ પડી રહ્યો છે. ડેમ અને નદી નાળાઓમાં નવા નીરની આવક થઇ છે. ત્યારે જામનગર જિલ્લામાં પણ સારો એવો વરસાદ ખાબક્યો છે. જામનગર જિલ્લાની વાત કરીએ તો છેલ્લા 24 કલાક દરમિયાન સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે, ત્યારે સતાવાર આંકડાઓ પર પહેલા તાલુકા મથક પર નજર કરીએ તો જામનગર શહેરમાં 2 ઈંચ, કાલાવડમાં પોણા ત્રણ ઈંચ, ધ્રોલમાં 2 ઈંચ, જોડીયામાં સાડા છ ઈંચ, લાલપુરમાં સવા ઈંચ, જામજોધપુરમાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે..

In the last 24 hours, clouds have been kind to Jamnagar district!

તાલુકા મથક બાદ હવે ગ્રામીણ વિસ્તારોમાં પીએચસી સેન્ટર વાઈઝ વરસાદી આંકડાઓની યાદી જોઈએ તો જામનગર તાલુકાના વસઈ અને લાખાબાવળમાં 1 ઈંચ, મોટી બાણુંગારમાં 4 ઈંચ, ફલ્લામાં 3 ઈંચ, ધુતારપુર 1 ઈંચ, અલીયાબાડામાં પોણા બે ઈંચ, દરેડમાં 2 ઈંચ, જોડીયાના હડીયાણા પોણા ત્રણ ઈંચ, બાલંભા 2 ઈંચ, પીઠડ 2 ઈંચ, લતીપુર સવા ઈંચ, કાલાવડના નિકાવા, ખરેડી, મોટાવડાળામાં બે-બે ઈંચ ભલસાણ બેરાજામાં 1 ઈંચ, નવગામા અને મોટા પાંચદેવડામાં બે-બે ઈંચ, જામજોધપુરના સમાણા શેઠવડાળામાં ચાર-ચાર ઈંચ, જામવાડીમાં સાડા ત્રણ ઈંચ, વાંસજાલીયામાં પોણા ચાર ઈંચ, ધુનડા 2 ઈંચ, ધ્રાફા સાડા ચાર ઈંચ, પરડવામાં પોણા ચાર ઈંચ, લાલપુરના પીપરટોળામાં 1 ઈંચ, પડાણામાં 4 ઈંચ, ભણગોર 2 ઈંચ, મોટા ખડબા 1 ઈંચ, મોડપર સવા બે ઈંચ, અને ડબાસંગમાં સવા ઈંચ વરસાદ નોંધાયો છે.

In the last 24 hours, clouds have been kind to Jamnagar district!

હવામાન વિભાગ દ્વારા રાજ્યના અનેક વિસ્તારમાં હજુપણ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ત્યારે ઘણા વિસ્તારોમાં ઓરેન્જ અને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથેજ દરિયાઇ વિસ્તારમાં NDRFની ટીમ તૈનાત પણ કરવામાં આવી છે.