Site icon Meraweb

ફટાફટ ઉતરીજાય છે ફોનની બેટરી? આ વસ્તુ કરો વધી જશે ફોનની લાઈફ

Phone battery draining fast? Doing this thing will increase the life of the phone

આજકાલ મોબાઈલ ફોન માણસનું એક અંગ બની ગયું છે, હવે ફોન વગરનું જીવન વિચારવું પણ કઠીન બની ગયું છે. આજકાલ દરેક વ્યક્તિ પોતાનો મોટાભાગનો સમય ફોનનો ઉપયોગ કરવામાં વિતાવે છે. આજકાલ મોબાઇલ ફોન માત્ર મનોરંજનનું સાધન નથી બની રહ્યા, પરંતુ ઘણા લોકો તેનો ઉપયોગ અભ્યાસ માટે અથવા કેટલીક અન્ય વસ્તુઓની જાણકારી મેળવવા અને કંઇક શીખવા માટે પણ કરે છે.

આવી સ્થિતિમાં, જો ફોનની બેટરી લાઇફ ઓછી થઈ જાય, તો સમસ્યા વધી શકે છે. વીતેલા સમય સાથે ફોનની બેટરી લાઇફ ઘટવી સામાન્ય બાબત છે. જો કે બધા સ્માર્ટફોન લગભગ 2 વર્ષ સુધી સારી રીતે ચાલે છે. આ 2 વર્ષ પહેલા ફોનની બેટરી લાઇફની સમસ્યા થતી હોય તો તે ચિંતાનો વિષય છે. પરંતુ આ સમસ્યાનું સમાધાન છે. આજે અમે તમને કેટલાક એવા ઉપાય જણાવશું, જેનાથી ફોનની બેટરી લાઈફ સુધરી શકે છે.

  1. બેકગ્રાઉન્ડ એપ બંધ રાખો
    ઘણી વખત એવું બને છે કે ફોનમાં એપ ઓપન કર્યા બાદ તમે તેને બંધ કરવાનું ભૂલી જાઓ છો. આને કારણે, તેઓ બેકગ્રાઉન્ડ ખુલ્લા રહી જાય છે. બેકગ્રાઉન્ડમાં હોવા છતાં તે એપ્સ ચાલતી રહે છે અને તેના કારણે ફોનની બેટરી ઝડપથી ઓછી થઈ જાય છે. તેથી, એપ્લિકેશનનો ઉપયોગ કર્યા પછી તેને બંધ કરવું જરૂરી છે.
  2. ફોનના બ્લૂટૂથ અને લોકેશનને ઓફ રાખો 
    ફોનમાં બ્લૂટૂથ અને લોકેશન હમેશા ચાલુ રહેતા હોય છે. ફોન યુઝર્સે જીપીએસનો ઉપયોગ કર્યા બાદ તેને બંધ કરવું ખૂબ જરૂરી છે, કારણ કે જીપીએસથી ફોનની બેટરી ઝડપથી ઉતરતી જાય છે. સાથે જ બ્લૂટૂથનો ઉપયોગ કર્યા બાદ તેને બંધ કરી દેવું વધુ સારું છે. ઘણી વખત યૂઝર્સ તેનો ઉપયોગ કર્યા બાદ તેને બંધ કરવાનું ભૂલી જાય છે. આ કારણે ફોનની બેટરી તરત જ ખતમ થવા લાગે છે.
  1. ફોનને રાતભર ચાર્જિંગમાં ન રાખો 
    સમય બચાવવા માટે મોબાઇલ ફોન યૂઝર્સ ફોનને આખી રાત ચાર્જિંગ પર છોડી દે છે. રોજ રાત્રે સતત આવું કરવાથી ફોનની બેટરી પર અસર પડે છે. જેનાથી ફોનની બેટરી જલ્દી ઉતરી જાય છે. તો ધ્યાન રાખો કે તમે રાતભર ચાર્જ કરવા પર ફોનને ન છોડો અથવા ચાર્જ સાથે ફોનનો ઉપયોગ ન કરો
  2. Always On Display હંમેશા બંધ રાખો
    સ્માર્ટફોનમાં એવા ફીચર્સ આપવામાં આવ્યા છે, જેથી ફોનની ડિસ્પ્લે હંમેશા ઓન રાખી શકાય છે. દેખીતી રીતે જ જો ફોનની ડિસ્પ્લે દરેક સમયે ઓન હોય તો ફોનની બેટરી પર તેની અસર પડશે અને ફોન લાંબા સમય સુધી ઉપયોગમાં નહીં રહી શકે. તેથી આ સુવિધાને બંધ રાખવી વધુ સારું છે.
  3. લાઇવ વોલપેપરનો ઉપયોગ ન કરો 
    ઘણી વખત યુઝર્સ ફોન પર લાઇવ વોલપેપર લગાવે છે. આ ફોનને જ્યારે પણ ઉપયોગમાં લેવામાં આવે છે ત્યારે તે એક્ટીવ રહે છે. આ પણ એક કારણ છે કે ફોનની બેટરી ઝડપથી ઓછી થઇ જાય છે. જો ફોનની બેટરી લાઇફ વધારવી હશે તો લાઇવ વોલપેપરનો ઉપયોગ ટાળવો જોઈએ.