Site icon Meraweb

મહારાષ્ટ્રના આ પેટ્રોલ પંપ પર એક રૂપિયો પ્રતિ લીટર પેટ્રોલનું વેચાણ થાય છે

જ્યારે દેશમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર થઈ ગઈ છે. આવી સ્થિતિમાં પેટ્રોલ પંપ પર એક રૂપિયા લીટર પેટ્રોલ મળી રહ્યું છે. આ પેટ્રોલ પંપ મહારાષ્ટ્રના સોલાપુરનો છે. એક રૂપિયાનું પેટ્રોલ મેળવવા માટે અહીં ભીડ એકઠી થઈ હતી. આ ઓફર આંબેડકર જયંતિ નિમિત્તે આપવામાં આવી હતી. રાહુલ સર્વગોડ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.

આજના સમયમાં જ્યારે પેટ્રોલના ભાવ આસમાને પહોંચ્યા છે ત્યારે બંધારણના ઘડવૈયા બાબા સાહેબની જન્મ જયંતી નિમિતે મહારાષ્ટ્રના સોલાપુરમાં એક પેટ્રોલપંપ સંચાલકે એક રૂપિયો પ્રતિ લિટરે વેચાણ કર્યું હતું જો કે વ્યક્તિદીઠ માત્ર એક જ લીટરનું વેચાણ કરવામાં આવ્યું હતું.