“ના ઇસ્તેમાલ કરે , ના વિશ્વાસ કરે” ઘડી કંપની સામે સ્થાનિકોનું ઉપવાસ આંદોલન

કુરંગા સ્થિત RSPL ઘડી ડીટરજન્ટ કંપની વિરુદ્ધ ખેડૂતો અને સ્થાનિકોએ આજે ઘડી કંપની સામેના ગેઇટ પર ઉપવાસ આંદોલન પર ઉતર્યા છે.કુરંગા સ્થિત RSPL ઘડી કંપની વિરુદ્ધ યુવાનો, ખેડૂતો અને સ્થાનિકોએ ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે આજે વિશાળ સંખ્યામાં આંદોલનમાં મહિલાઓ સહિત ખેડૂતો અને બેરોજગારો જોડાયા હતા. ખેડૂતોના ખેતરોમાં પ્રદુષિત પાણી છોડવા તેમજ ખેડૂતોના ખેતરોમાં જાવા માટેના આંતરિક રસ્તાઓ ખેડૂતોના ગાડા માર્ગ બંધ કરી દીધા હોવાના કારણે ખેડૂતો આંદોલન પર ઉતર્યા છે.તેમજ સ્થાનિક યુવાનોની રોજગારી મુદ્દે તેમજ ગામના રસ્તાઓની બિસ્માર હાલત કરનાર કંપની સામે
યુવાનો ,ખેડૂતો અને સ્થાનિકોએ ઉપવાસ આંદોલનની શરૂઆત કરી હતી.

ગામમાં કંપની હોવા છતાં લોકોને રોજગારી આપવામાં આવતી ન હોવાનો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. ઉપવાસ આંદોલનમાં બેઠેલી મહિલાઓ તેમની રોજગારી મુદ્દે લાચાર હોય અને ઘડી કંપનીના અન્યાય સામે આંદોલન પર ઉતરી અને આંસુ સાર્યા હતા.

RSPL ઘડી કંપનીની હદમાં ખેડૂતોની ખાનગી માલિકીની જમીન આવેલી છે આ ખાનગી માલિકીની જમીનમાં જાવા માટેના આંતરિક રસ્તા બંધ હોઈ ખેતરે જવામાં ખેડૂતોને હાલાકી પડી રહી છે તેમજ આ ખેતરોમાં ઘડી કંપની દ્વારા પ્રદુષિત કેમિકલ યુક્ત પાણી  છોડવામાં આવી રહ્યું છે ત્યારે આ પ્રદુષિત પાણીના કારણે ખેતરોની જમીનની ફળદ્રુપતા પૂરી થઈ રહી છે ત્યારે સ્થાનિક બેરોજગાર લોકોને રોજગારી આપવામાં આવતી નથી તેમજ સ્થાનિક રોજગાર જે લોકો મેળવે છે તેઓને પૂરતો પગાર મળતો નથી એક સમાન કામ નો એક સમાન વેતન મળતું નથી સાથે જે મજૂરો કંપનીના કામ કરતા તેઓને કામ સમયે અકસ્માતમાં ઇજાઓ પહોંચી તેમને વળતર પણ મળતું નથી કંપનીની દાદાગીરી સામે આજથી ખેડૂત તેમજ સ્થાનિકો સાથે મહિલાઓ પણ આજથી ઉપવાસ આંદોલન પર ઉતરી છે.જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે તેમ લોકોએ જણાવ્યું હતું
ત્યારે શરૂ થયેલા ઉપવાસ આંદોલનમાં
બહોળી સંખ્યામાં સ્થાનિકો જોડાયા હતા સ્થાનિકોએ આજથી “ના ઇસતેમાલ કરે ના વિશ્વાસ  કરે ઇસ ઘડી કંપની કા બહિષ્કાર કરે”  ના નારા સાથે આજથી દિગ્ગજ કંપની સામે ખેડૂતોએ આંદોલનના મંડાણ કર્યા હતા.