ઇન્ડોનેશિયાના બાલી ખાતે યોજાનાર IPU ની ૧૪૪ મી કોન્ફરન્સમાં ભારતના  પાર્લીયામેન્ટરી ડેલીગેશનના સભ્ય તરીકે જામનગરના સાંસદ પૂનમબેન માડમ

જામનગર અને દેવભૂમિ દ્વારકાના સાંસદ અને હાલારનું ગૌરવ પૂનમબેન માડમે આજથી શરૂ થનાર પાંચ દિવસ ઇન્ડોનેશિયાના બાલી ખાતે યોજાનાર IPU ની ૧૪૪ મી કોન્ફરન્સમાં ભારતના  પાર્લીયામેન્ટરી ડેલીગેશનના સભ્ય તરીકે ભાગ લીધો છે.આ કોન્ફન્સ ૨૦ માર્ચથી ૨૪ માર્ચ સુધી ચાલશે.અગાઉ પણ 143 મી કોન્ફોરન્સ સ્પેન ખાતે યોજાયેલ હતી તેમાં પણ સાંસદ પુનમબેન માડમ જોડાયા હતા, આઈ.પી.યુ.ની ઇન્ડોનેશિયામાં બાલી ખાતે યોજાનાર 144 મી કોન્ફરન્સમાં ભારતીય ડેલીગેશના અન્ય સાંસદો સાથે વિવિધ ફોરમમાં આંતરરાષ્ટ્રીય શાંતિ , કોવિડ-19 ની મહિલાઓ, બાળકો અને તરૂણો ઉપર થયેલ અસર શિક્ષણક્ષેત્રમાં આઈ.ટી ટેકનોલોજી દ્વારા કઈ રીતે સમાનતા લાવવી, ક્લાઈમેન્ટ ઈમરજન્સી વિગેરે
મુદાઓ ઉપર ચર્ચા અને મંતવ્યો રજુ કર્યા હતા અને તે બાબતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીધેલ અસરકારક અને સકારાત્મક પગલાંઓ અંગે માહિતગાર કરાયા હતા.