Site icon Meraweb

કામ એવા કરો કે દુશ્મન પણ વખાણ કરવા મજબૂર બને , પાકિસ્તાની વિદ્યાર્થીએ મોદીજીના વખાણ કર્યા

રશિયા હુમલા બાદ યુક્રેનમાં ભારતીય વિદ્યાર્થીઓ સહીત બીજા અન્ય દેશોના વિદ્યાર્થીઓ પણ ફસાયેલ  છે. ભારત સરકાર ઓપરેશના ગંગા હેઠળ હામાન સુધી હજારો વિદ્યાર્થીઓ યુક્રેનથી ભારત પરત ફર્યા છે. આ ઓપરેશન અંતર્ગત ભારતીય વિદ્યાર્થીઓ જ નહિ પણ અન્ય દેશના વિધ્યાર્થીઓને પણ મદદ કરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાંથી નીકળેલ વિદ્યાર્થીઓ મોદી સરકારનો આભાર માની રહી છે.

માનવતાના વખાણ તો દુશ્મન દેશે પણ કરવા પડે

પાડોશી દેશ પાકિસ્તાનનો એક વિદ્યાર્થી પણ કેન્દ્ર સરકારના વખાણ કરી રહ્યો છે. વાસ્તવમાં યુક્રેનમાં ફસાયેલી પાકિસ્તાની વિદ્યાર્થીની અસમા શફીકને યુદ્ધગ્રસ્ત વિસ્તારમાંથી બચાવી લેવામાં આવી છે. એટલા માટે અસ્મા કિવમાં ભારતીય દૂતાવાસ અને પીએમ મોદીના વખાણ કરતાં થાકતી નથી. તેણે પીએમ મોદીનો આભાર માન્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતીય અધિકારીઓએ અસમાને સુરક્ષિત રીતે બચાવી લીધી છે. તે હાલમાં પશ્ચિમ યુક્રેન જઈ રહી છે.