પાકિસ્તાનને અમેરિકાનું હાડો હાડ લાગી આવ્યું, અમારી રશિયા યાત્રા પર અમેરિકા ગુસ્સો કરે અને ભારત રશિયા પાસેથી ઓઇલ ખરીદે તો પણ તેને મદદ કરે! : ઇમરાન ખાન

સત્તા ગુમાવવાના સંકટ સામે ઝઝૂમી રહેલા પાકિસ્તાની પીએમ ઈમરાનખાને ફરી સ્વતંત્ર વિદેશ નીતિ પર ભાર મુકયો છેઈમરાનેકહ્યું હતું કેઆપણી વિદેશ નીતિ સ્વતંત્ર નથી રહીપાકિસ્તાનને તેના કારણે બહું મોટું નુકસાન થયું હતુંએક સમય એવો હતો કેપાકિસ્તાનના ડેવલપમેન્ટ મોડેલના ઉદાહરણ અપાતા હતા પણ દેશ પોતાની ક્ષમતા પ્રમાણે દેખાવ નથી કરી શકયોકારણકે આપણે બીજા પર નિર્ભર રહેવા માંડ્યા હતાઆપણી અંદરની તાકાતને શોધવા માટે અને તેનો ઉપયોગ કરવા માટે આપણેપ્રયત્ન  નથી કર્યો.

ઈમરાનખાને પોતાની રશિયા યાત્રા પર અમેરિકાની નારાજગી પર કહ્યું હતું કેરશિયાની મેં યાત્રા કરી તો અમેરિકા પાકિસ્તાનનેસવાલ પૂછી રહ્યું છે અને ગુસ્સે થઈ રહ્યું છે ત્યારે હિન્દુસ્તાન તો રશિયા પાસે ઓઈલ ખરીદી રહ્યું હોવા છતાં પણ અમેરિકા તેનેમદદ કરી રહ્યું છેબ્રિટન પણ કહી રહ્યું છે કેઅમે ભારતને કશું કહેવા માંગતા નથીભારતની વિદેશ નીતિ સ્વતંત્ર છે અને તેનું જઆ પરિણામ છે.

ઈમરાનખાને વિપક્ષ પર હુમલો કરતા કહ્યું હતું કે લોકો કહી રહ્યા છે કે અમેરિકાને નારાજ કરવું જોઈએ નહીં અને અમેરિકાવગર આપણુ કામ આગળ નહીં ચાલે લોકોના કારણે આજે પાકિસ્તાન હાલની સ્થિતિમાં છેતેમણે આખી દુનિયામાંપાકિસ્તાનની આબરૂના ધજાગરા કર્યા છેતેમણે વિપક્ષના નેતાઓ અંગે કહ્યું હતું કેતેમણે પાકિસ્તાનના આર્થિક હિતોનીકુરબાની આપી દીધી છેજે દેશ પોતાના પગ ઉભો નથી રહી શકતો તે દેશની ક્યારેય કોઈ ઈજ્જત કરતું નથી.