જામનગર મહાનગર પાલિકા જાણે વિવાદનો પર્યાય બની હોય. તેમ વારંવાર કોઈને કોઈ વિવાદમાં આવે છે. વિપક્ષના કોર્પોરેટર દ્રારા ફરી ભરતી મુદે મહાનગર પાલિકામાં લડત શરૂ કરી છે. સીડીપીઓ શાખામાં ભરતીને લઈને અનેક સવાલો ઉઠાવ્યા અને આદોલન શરૂ કર્યુ.
જામનગર મહાનગર પાલિકાના વોર્ડ નબંર ચારના કોંગ્રેસના મહિલા કોર્પોરેટર દ્રારા ભરતી મુદે ધરણા કરવામાં આવ્યા. મહાનગર પાલિકાની કમિશ્નર કચેરીએ કોર્પોરેટર રચનાબેન નંદાણીયા ધરણા કરીને ભરતી મુદે ભષ્ટ્રાચાર થયો હોવાના આક્ષેપ કર્યા. અનેક રજુઆત બાદ કોઈ પગલા ના લેતા અધિકારી સામે પણ પગલા લેવાની માંગ કરી. સી.ડી.પી.ઓ. શાખામાં લાયકાત વગર, અનુભવ વગર, નિવૃત વ્યકિતને, એપ્રેન્ટીશ થયેલ વ્યકિતને ભરતી કરવામાં આવ્યા છે.
જે નિયમ મુજબ ભરતી કરવામાં આવેલ નથી.ઓછી લાયકાત ધરાવતી વ્યકિત કે લાગતાવળગતાને નોકરી આપવામાં આવી છે. તેમજ ટેક્ષ ઓફીસર દ્રારા ભષ્ટ્રાચાર કરવામાં આવેલ હોય તેમ છંતા પગલા લેવાયા નથી. તે મુદે કમિશ્નરને પગલા લેવા રજુઆત કરી.
કોર્પોરેટર દ્રારા અગાઉ અનેક વખત રજુઆતો કરવામાં આવી હતી.પરંતુ કોઈ પગલા ના લેવાતા કમિશ્નર કચેરીએ વિપક્ષ દ્રારા દેખાવ કરવામાં આવ્યો. સાથે સુત્રોચ્ચા કરીને વિરોધ વ્યકત કર્યો. કમિશ્નરને મળેલ રજુઆત બાદ તપાસ કરવાની ખાતરી આપવામાં આવી. જે આક્ષેપ સાબિત થાય તો પગલા લેવાની ખાતરી આપવામાં આવી.