Site icon Meraweb

ગુજરાતના સૌથી મોટા Toyota કાર શોરૂમનું જામનગરમાં ઉદઘાટન , કિર્લોસ્કર મોટર પ્રા. લી.ના હેડ સ્ટ્રેટેજીક બીઝનેસ યુનિટ વેસ્ટ રાજેશ મેનનના હસ્તે ભવ્ય ઉદ્ઘાટન

ગુજરાતના સૌથી મોટા ટોયોટા કારનાશોરૂમનું જામનગરના હાપા ખાતે ટોયોટા કિર્લોસ્કર મોટર પ્રા. લી.ના હેડ સ્ટ્રેટેજીક બીઝનેસ યુનિટ વેસ્ટ રાજેશ મેનનના હસ્તે ભવ્ય ઉદ્ઘાટન કરાયું છે…ટોયટો કારના ઓનર અક્ષિતભાઈ પોબરુના પિતાનો જન્મદિવસ હોવાના કારણે તેમણે જન્મદિવસના દિવસે જ ગુજરાતના સૌથી મોટા ટોયોટો કારના સોનું ઓપનિંગ રાખ્યું હતું.

ગુજરાતના સૌથી મોટા ટોયટો કારના શોરૂમમાં રૂપિયા 6 લાખથી અઢી કરોડ સુધીની ગાડીઓ અવેલેબલ હોવાનું શ્રી પોબરું જણાવી રહ્યા છે ટોયટો કારના શોરૂમના ઓનર અક્ષિત પોબરું જણાવી રહ્યા છે કે પ્રથમ દિવસે જ પાંચ જેટલી કારનું વેચાણ થયું છે.

જામનગર વાસીઓનો સારો એવો સાથ સહકાર મળી રહ્યો છે જેના કારણે દર વર્ષે toyota કારનું જામનગરમાં મોટી સંખ્યામાં વેચાણ થઈ રહ્યું છે. જામનગર ટોયોટાના MD અને ઓનર અક્ષિત પોબારૂ સહિત શહેરના પ્રતિષ્ઠિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યાઆ પ્રસંગે જામનગરના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી , જામનગર મહાનગરપાલિકાના મેયર વિનોદ ખીમસુરીયા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશ કગથરા, લોહાણા અગ્રણી જીતુભાઇ લાલ, સહિતના મહાનુભાવો ટોયોટો કારના શોરૂમના ઉદઘાટન પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા