જામનગર બ્રહ્મ સોશ્યલ ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ઓપન સૌરાષ્ટ્ર મોદક આરોગવાની સ્પર્ધા જામનગર ખાતે યોજાઈ હતી. જેમાં નાના-મોટા સૌ કોઈએ ભાગ લીધો હતો. અને કુલ 65 પ્રતિસ્પર્ધીઓ એ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો.

આજે ગણેશ ચતુર્થીનો તહેવાર છે, ત્યારે ગણપતિજીને તો મોદક પ્રિય જ છે પણ તેની સાથે સાથે શ્રધ્ધાળુઓને મોદક એટલે લાડુ એટલા જ પ્રિય છે. છેલ્લા 14 વર્ષથી બ્રહ્મ સોશ્યલ ગ્રુપ દ્વારા ગણેશચતુર્થીના દિવસે ચતુર્થીના દિવસે શહેરમાં ઓપન સૌરાષ્ટ્ર મોદક આરોગવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. આ સ્પર્ધામાં જ્ઞાતિના ભેદભાવ વગર દર વર્ષે ઘણા બધા સ્પર્ધકો જેમાં નાના બાળકોથી માંડી અને વૃદ્ધો પણ આ અનોખી સ્પર્ધામાં ભાગ લે છે.

આ સ્પર્ધામાં ૧૦૦ ગ્રામ વજન ધરાવતો લાડુ કોઈ સ્પર્ધક 2 તો કોઈ સ્પર્ધક 15 લાડુ સુધી ખાઈ અને સ્પર્ધામાં ભાગ લે છે. સ્પર્ધકોને શુદ્ધ ચોખા ઘી ના લાડુ સાથે ગરમાગરમ દાળ પણ આપવામાં આવે છે. આ સ્પર્ધામાં ૧4 લાડુ ખાઈ અને ભાણવડ તાલુકાના ફતેપુર ગામના રમેશભાઈ જોટંગીયા તેમજ બહેનોમાં પદ્મિનીબેન ગજેરા 10 લાડુ અને બાળકોમાં મંથન ચુડાસમા ચાર લાડુ આરોગીને વિજેતા જાહેર થયા છે..





















