લીંબુ ચોર : વેપારીના ગોડાઉનમાંથી થઈ લીંબુની ચોરી, શું હવે બંદૂકધારી કમાન્ડો રાખવા પડશે ?

ઉત્તર પ્રદેશના શાહજહાંપુર જિલ્લામાંથી એક વિચિત્ર ઘટના સામે આવી છે. વેપારીના ગોદામમાંથી જે વસ્તુની ચોરી થઈ છે તે ખૂબ જ નવાઈ ઉપજાવે તેવી છે. ચોરે પૈસા અને દાગીનાની નહિ પરંતુ માત્ર શાકભાજીની ચોરી કરી હતી. ચોરે શાકભાજીની પણ ખૂબ જ ચતુરાઈથી ચોરી કરી હતી. ચોરોએ પહેલા લીંબુ પર હાથ સાફ કર્યો હતો. બજારમાં આજકાલ ફળો કરતાં લીંબુનો ભાવ વધારે જોવા મળી રહ્યો છે. આ કારણોસર ચોરોએ વેરહાઉસમાંથી 60 કિલો લીંબુની ચોરી કરી હતી. એટલું જ નહીં ચોરોએ લીંબુની સાથે લસણ, ડુંગળી અને વજન કાંટાની પણ ચોરી કરી હતી. આ બનાવ સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે.