Site icon Meraweb

જામનગરમાં ગાંધી જયંતીના દિવસે જ એસટી ડેપોમાંથી ૮નંગ દારૂની ખાલી બોટલો મળી આવતાં ચકચાર

જામનગરમાં આજે ગાંધી જયંતીના દિવસે એસટી ડેપો પરિસરમાંથી ઇંગ્લિશ દારૂની ખાલી આઠ નંગ બાટલી મળી આવતાં આમ આદમી પાર્ટીએ તે બાટલી પ્રજાજનો સમક્ષ મૂકીને એસ.ટી તંત્ર સામે સવાલો ઊભા કર્યા છે, અને આ અંગે યોગ્ય તપાસ કરવા માંગણી કરી છે.

જામનગરના એસટી ડેપોમાં આજે જામજોધપુર વિસ્તારના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમતભાઈ ખવા તેમજ અન્ય આપ પાર્ટીના કાર્યકરો આજે ગાંધી જયંતીના દિવસે સફાઈ અભિયાનમાં જોડાયા હતા જે દરમિયાન સફાઈ કરતી વેળાએ જામનગરના એસટી ડેપો પર એક સ્થળેથી આઠ નંગ જેટલી ઇંગ્લિશ દારૂની ખાલી બાટલી મળી આવી હતી જે એકત્ર કરીને પ્રજાજનો સમક્ષ મૂકી હતી, અને એસ.ટી તંત્ર સામે વેધક સવાલો કર્યા છે. જામનગર ના એસ.ટી. ડેપોમાં અગાઉ પણ આજ રીતે દારૂની ખાલી બાટલીઓ મળી આવી છે, ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા એવા આક્ષેપો કરાયા હતા, કે એસ.ટી. ડેપોના ડ્રાઇવર કંડકટર સહિતના કેટલાક કર્મચારીઓ દારૂ નો નશો કરીને બસ ચલાવતા હોય છે, અથવા તો પોતાની ફરજ બજાવે છે. જેને લઈને બસમાં મુસાફરી કરનારા લોકોના જીવ જોખમમાં મુકાય છે. એસટી તંત્રએ આ મામલે ઊંડાણપૂર્વકની તપાસ કરી ને જવાબદારી કર્મચારીઓ સામે યોગ્ય પગલા ભરવાની માંગ કરી છે.

https://meraweb.in/wp-content/uploads/2024/10/WhatsApp-Video-2024-10-02-at-19.56.34_5c7dbab1.mp4