જુંગીવારા ધામ ચારણ ગઢવી સમાજ માટે એકતાનું પ્રતિક સમું છે દ્વારકા જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ જુંગીવારા ધામ ખાતે જાતરની ઉજવણીમાં દર વર્ષે સૌરાષ્ટ્ર ભરમાંથી અઢારેય વર્ણના લોકો દર્શનાર્થે આવે છેખંભાળિયા તાલુકાના બેહ ગામે નવરાત્રીના પ્રથમ સોમવારે 26 09 2022ના રોજ જુંગીવારા વાછરાભાઈ ના મંદિરે જાતર નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ખંભાળીયા થી 30 કિલોમીટર દૂર દ્વારકા હાઇવે પર જતા ૯ કી.મી બેહ ગામે જુગીવારા વાછરાભાઈનું રમણીય મંદિર આવેલું છે આશરે પાંચસો વર્ષ પહેલા બેહ ગામે આવેલ જુગી નામના જંગલમાં રાક્ષસ રહેતો હતો તે રાક્ષસ ગામ લોકોને પરેશાન કરતો હતો તે વખતે ચારણ ની દીકરી કરમઈબાઈ ભાથુ લઈને પસાર થતા આ અસુરે કુદ્રષ્ટિ કરતા કરમઈબાઈ સાક્ષાત ધરાઅંબા શક્તિનો અવતાર હોવાથી તેમણે વીર વછરાજ ને સમરણ કરતા જ વિર વછરાજ પ્રગટ થઈ અસુર ને ત્યાં હણીને ચારણ ની દીકરી ની રક્ષા કરી હતી, જે કરમઈબાઈ પ્રગટ થયેલા વછરાજ ને અહીં બેહ ગામમાં જ રહી ગામ નું રક્ષણ કરવાનું કહી પોતે સમાધિ રૂપે સમાઈ ગયા હતા ત્યારથી જ વિર વછરાજ જુંગીવારાના નામથી બેહ ગામે પ્રજવલિત થયા છે ગામલોકોના વડવાઓના જણાવ્યા મુજબ આશરે ૨૦૦ વર્ષ પહેલા જામનગર સ્ટેટ તરીકે ઓળખાતા જામસાહેબ દ્વારા સ્ટેટનો બાકી આકાર(કર) માટે વસૂલવા ફરમાન કરવામાં આવેલું તેમાં બેહ ગામ નો કર બાકી હોય કર ભરવાની મુદત પૂરી થઇ જતા ખાલસા કરવાનો હુકમ જામનગરના સ્ટેટ કર્યો ગામલોકો દ્વારા વિર વછરાજ ભાઈની ડેરીએ પ્રાર્થના કરી અને આગેવાનોએ થોડો-ઘણો કરો લઈ જામ સ્ટેટના બંગલે પહોંચ્યા ત્યારે જામ સ્ટેટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે બેહ ગામ નો કર ભરાઇ ગયેલ છે ત્યારે ગામના લોકોનો આ બાબતે સાહેબને પૂછવામાં આવતા સાહેબે જણાવ્યું હતું કે કોઈ ઘોડેસવાર વ્યક્તિ આવીને ભરી ગયેલ હોય તો ગામના આગેવાનોએ માનેલ કે નક્કી જુંગીવારા વાછરા ભાઈએ ભરેલ છે .
જુંગીવારાના મંદિર ની સામે આશરે 21 એકર જેટલી જમીન આવેલી છે કોઈપણ વ્યક્તિ તેમાંથી લાકડું દાતણ કે બાવળનો કાંટો પણ લઈ જઈ શકતું નથી જે લોકો લઇ ગયેલ હતા તે લોકો પાછા મૂકી ગયા ઓ ના દાખલા છે આજે પણ ગામના ધનાણી પરિવારમાં બીડી, હુકો કે ચલમ પીવાતી નથી તેમજ ગામ લોકો ના મકાન ઉપર બીજો માળ કરવામાં આવેલ નથીજાતરમાં ચારણ ગઢવી સમાજના ભાઈઓ બહેનો દ્વારા પરંપરાગત ચારણી રમત વિખ્યાત છે જે અહીં જાતર માં ભાઈઓ બહેનો ની રમતની અનેરી જમાવટ જોવા મળશે આ સાથે વાછરા ભાઈ ના મંદિરમાં ખીર નું નિવેદન કરવામાં આવે છે આ મંદિરમાં દર વર્ષે નવરાત્રીના પ્રથમ સોમવારે જાતરની ઉજવણી કરવામાં આવે છે તેમજ જુગીવારા ધામ ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે ગઢવી ચારણ સમાજ માટે એકતાનું પ્રતિક સમું છે.