સાંસદ પૂનમબેનના જન્મ દિવસે યુવા મોરચાના કાર્યકર્તાઓએ વંદે ભારતની ટ્રેનના ફોટો વાળી કેક બનાવી સાંસદનો આભાર વ્યક્ત કર્યો

On MP Poonamben's birthday, Yuva Morcha workers thanked the MP by making a cake with a photo of Vande Bharati train.

જામનગરમાં આજરોજ સાંસદ પૂનમબેન માડમના જન્મદિવસ નિમિત્તે યુવા મોરચાના કાર્યકર્તાઓ દ્વારા વંદે ભારત ટ્રેનના ફોટા વાળી કેક બનાવવામાં આવી હતી. છેલ્લા ઘણા સમયથી સાંસદ પૂનમબેન માડમ દ્વારા વંદે ભારત ટ્રેન જામનગર થી અમદાવાદ માટે શરૂ થાય તે માટે સતત પ્રયત્નો કરવામાં આવ્યા હતા. તેમજ અનેક વખત રજૂઆતો પણ કરવામાં આવી હતી.

આખરે એ રજૂઆત ને ભવ્ય સફળતા મળી છે અને આવતીકાલે એટલે કે 24 સપ્ટેમ્બર ના રોજ જામનગર થી અમદાવાદ વંદે ભારત ટ્રેન દોડતી થશે. વડાપ્રધાન દ્વારા વર્ચ્યુઅલી આ ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવશે તેમજ સાંસદ પૂનમબેન માડમ જામનગરથી ટ્રેનને લીલી ઝંડી આપશે. પુનમબેનના આ પ્રયાસોની સફળતાને યાદગાર બનાવવા માટે યુવા મોરચાના કાર્યકર્તાઓ દ્વારા વંદે ભારત ટ્રેનના ફોટા વાળી કેક બનાવીને સંસદના જન્મદિવસ ને યાદગાર બનાવવામાં આવ્યો હતો.

24 જાન્યુઆરી 2024 ના રોજ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે યુવા મોરચાના કાર્યકર્તાઓ દ્વારા સાંસદ પૂનમબેનના જન્મદિવસ નિમિત્તે તેમને રામ મંદિરની આબેહૂબ પ્રતિમા ભેટમાં આપી હતી. આમ ખૂબ ઉત્સાહથી સાંસદના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.આ તકે સાંસદ પૂનમબેન તમામ કાર્યકર્તાઓ ટેકેદારો અને સ્નેહીઓનો આભાર માન્યો હતો.