સમગ્ર વિશ્વમાં 19મી નવેમ્બરે આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે અમદાવાદમાં પત્ની પીડિત પુરુષ સંઘ દ્વારા એક રેલી કાઢવામાં આવી હતી. સુભાષબ્રિજથી નમસ્તે સર્કલ સુધી કાઢવામાં આવેલી આ રેલીમાં 150થી વધારે પુરુષોએ ભાગ લીધો હતો. આ રેલી કાઢવામાં આવી હતી. આ રેલીમાં માંગ કરવામાં આવી હતી કે સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસની ઉજવણી કરવામાં આવે.