શપથગ્રહણ: ગુજરાત નર્સિંગ કાઉન્સિલનાપ્રમુખે અભ્યાસ પુરો કરનારા નર્સિંગના 120વિદ્યાર્થીઓને શપથ લેવડાવ્યા

મેડિકલ જગતમાં નવા યુગનો પ્રારંભ થવા જઇ રહ્યો છે.
અમદાવાદમાં સ્થિત શુભમ સોહમ તથા શાંતમ ઇન્સ્ટિટ્યૂટ
ઓફ નર્સિંગ એજ્યુકેશન સંકુલ દ્વારા તૈયાર કરવમાં
આવેલા સ્નાતક વિદ્યાર્થીઓએ ડીગ્રી મેળવી છે સાથે જ
ડિગ્રી મેળવનાર તમામ વિદ્યાર્થીઓએ શપથ ગ્રહણ કર્યા
છે. દર્દીઓની સારવાર નિસ્વાર્થ ભાવે કરવાના સપથ
વિદ્યાર્થીનીઓએ લીધા છે. અને મેડિકલ ક્ષેત્રના આ તમામ
તારલા હવે લોકોની સેવામાં જોડાશે.

સ્નાતક થતા આજે ખાસ સન્માન સમારોહ યોજાયો
ઉજ્જવળ કારકિર્દીના સોનેરી સપના લઈને મેડિકલ
ફિલ્ડમાં જોડાયેલા વિદ્યાર્થીઓ અથાક પરિશ્રમ બાદ
નર્સિંગ ફિલ્ડમાં સ્નાતક થતા આજે ખાસ સન્માન સમારોહ
યોજાયો. 120 વિદ્યાર્થીઓએ સ્નાતકની ડીગ્રી પ્રાપ્ત કરતા
ખાસ સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં
સમારોહમાં કેબિનેટ મંત્રી પ્રદીપ પરમાર સહિત સિવિલ
હોસ્પિટલના સુપરિટેનડેન્ટ રાકેશ જોષી,પૂર્વ સુપ્રિટેન્ડેન્ટ
મનોજ પ્રભાકર,ભાજપના અલ્પેશ ઠાકોર,ધવલસિંહ ઝાલા
અને દિનેશ શર્મા હાજર રહ્યા હતા.

પદવીદાનની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયોસમારોહમાં પદવીદાનની સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમપણ યોજાયો હતો જેમાં અનેક વિદ્યાર્થીઓએ ભાગ લઈપોતાની આગવી કુશળતા તેજ પર્ફોમન્સ દ્વારા દર્શાવીહતી.નર્સિંગ ના શિક્ષણ માં ગોલ્ડમેડલ મેળવી પોતાની નવીકારકિર્દીની શરૂઆત કરનાર તમામ વિદ્યાર્થીઓને નર્સિંગકાઉન્સિલના પ્રમુખ ડૉ. પ્રભાકરે શપથ લેવડાવ્યા હતાં.