BZ ગ્રુપમાં રોકાણ કરી વિદેશ વિદેશ પ્રવાસે ગયેલા શિક્ષિકાને નોટિસ, ત્રણ દિવસમાં ખુલાસો કરવાનો આદેશ

BZ ગ્રુપના કથિત કરોડોના કૌભાંડમાં એક પછી એક રોજ નવા નવા ખુલાસા થઇ રહ્યાં છે. BZ ગ્રુપમાં રોકાણ કરનારાઓને વિદેશ પ્રવાસની લાલચ આપવામાં આવતી હતી. હિંમતનગરની જૂના બળવંતપુરા પ્રાથમિક શાળાના શિક્ષિકાએ કોઇ પણ પ્રકારકની શિક્ષણ વિભાગની પૂર્વ પરવાનગી વગર વિદેશ પ્રવાસ કર્યાનું બહાર આવતા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ નોટિસ ફટકારી 3 દિવસમાં ખુલાસો કરવા તાકીદ કરી છે.

શિક્ષિકાએ વિભાગની મંજૂરી વગર કર્યો વિદેશ પ્રવાસ

પ્રાથમિક શિક્ષિકાએ BZમાં રોકાણ કર્યું હતું કે કેમ? તે તપાસનો વિષય છે પરંતુ વિદેશ પ્રવાસ કરતા અગાઉ સરકારી કર્મચારીએ વિભાગના સક્ષમ વડાની પૂર્વ પરવાનગી લેવાની હોય છે જે લેવામાં આવી નથી.એક પછી એક BZ ફાઇનાન્સિયલ સર્વિસ અને તેના ઓથા હેઠળ ચાલતી કંપનીઓમાં જિલ્લાના શિક્ષકો સાથે અન્ય વિભાગના કર્મચારી,રોજમદારો,વેપારીઓએ માતબર રકમનું રોકાણ કરી દર મહિને તગડું વ્યાજ બેન્ક એકાઉન્ટ મારફતે મેળવતા હતા. કેટલાક શિક્ષકોએ BZ ગ્રુપમાં રોકાણ કરી મોટું રોકાણકરનારાઓને વિદેશ પ્રવાસ કરાવાતો હોય છે અને હિંમતનગર તાલુકાની જૂનાબળવંતપુરા પ્રાથમિક શાળાના શિક્ષિકા વિભાબેન ચૌહાણે વિદેશ પ્રવાસ ખેડ્યાના અહેવાલો સોશિયલ મીડિયામાં વહેતા થયા હતા. આ પછી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાબરકાંઠા દ્વારા પ્રાથમિક શિક્ષિકાને ખાનગી હેતુસર વિદેશ પ્રવાસ માટે સક્ષમ અધિકારીની NOC મેળવ્યા વગર વિદેશ પ્રવાસ ગયા હોવાથી તેમને ગુજરાત પંચાયત સેવા વર્તણૂંક નિયમો-1998ના નિયમ-3 (1) (2) (3)નો ભંગ કરેલ હોઇ ગુજરાત પંચાયત સેવા (શિસ્ત અને અપીલ) નિયમો-1997 પેટાનિયમ-6 મુજબ શિક્ષાત્મક કાર્યવાહી કેમ ન કરવી? તેવી તાકીદ કરવાની સાથે 3 દિવસમાં ખુલાસો કરવા જણાવવામાં આવ્યું છે.

પૂર્વ મંજૂરી વગર વિદેશ પ્રવાસ ના કરી શકાય- જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી

સાબરકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધઇકારી કેયુરભાઇ ઉપાધ્યાયે જણાવ્યું કે કોઇ પણ પ્રાથમિક શિક્ષક વિભાગના વડાની NOC મેળવ્યા વગર વિદેશ પ્રવાસ ના કરી શકે. સદર કેસમાં જૂનાબળવંતપુરા પ્રાથમિક શાળાના શિક્ષિકા વિભાબેન ચૌહાણે વિદેશ પ્રવાસ ખેડ્યાના અહેવાલો બહાર આવતાં તેમને કારણદર્શક નોટિસ આપી ખુલાસો કરવા જણાવ્યું છે.