જામનગરમાં છેલ્લા ઘણા સમયથી ગુનાખોરીનું પ્રમાણ વધ્યું છે ત્યારે જામનગરના એસ.પી પ્રેમસુખ ડેલુ તેમજ જામનગર શહેરના ડીવાયએસપી જીગ્નેશ ચાવડા દ્વારા આવારા તત્વો સામે લાલ આંખ કરવામાં આવી છે… મોડે સુધી બહાર રખડતા બાઈકર્સ, ગાડીમાં મોટા અવાજે ટેપ વગાડવું જેવી પ્રવૃત્તિઓ સામે જામનગર પોલીસે રાત્રિના સ્પેશિયલ ડ્રાઇવ શરૂ કરી છે…
જામનગરમાં આવારા તત્વો પર જામનગર પોલીસે તવાઈ બોલાવી છે.હવે મોડી રાત સુધી લટાર મારનારાઓની ખૈર નથી ….મોટા અવાજે કારમાં ટેપ વગાડવા , નબર પ્લેટ વગર , ફેન્સી નબર પ્લેટ વાળી ગાડી , કાળા કાંચ વાળી ગાડી વગેરે વાહનો રોકીને ડીટેઇન કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.થોડા સમયમાં શહેરી વિસ્તારમાં દાદાગીરી કરવી , લોકોને ધમકાવવા મારકૂટ વગેરે જેવા બનાવો વધ્યા હતા…પોલીસ દ્વારા આવા આવારા તત્વો સામે પોલીસે કાયદાનો ડંડો ઉગામ્યો છે..
સીટી એ ડિવિઝન વિસ્તારમાં ૧૨ વાહનો ડીટેઈન અને પાંચ લોકો વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે તો સીટી બી ડિવિઝન વિસ્તારમાં ૦૫ વાહનો ડીટેઈન અને ૦૫ લોકો વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે..સીટી સી ડિવિઝન વિસ્તારમાં ૦૩ વાહનો ડીટેઈન કરી કાયદાકીય પગલાં લેવામા આવ્યા છે , એમ જામનગરમાં કુલ ૨૦ વાહનો ડીટેઇન અને ૧૦ લોકોને દંડાત્મક કાર્યવાહી કરી આવારા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે.