મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટના બાદ દેવભૂમિ દ્વારકા જિલ્લાનું પ્રશસાન પણ સતર્ક બન્યું છે અને દ્વારકામાં ગોમીતી ધાટ પાસે સુદામા સેતું બંધ કરાયો છે. સુદામા સેતું ઉપરથી હજારો યાત્રિકો દરરોજ સામા કાઠે પંચકુઇ વિસ્તારમાં ફરવા જતા હોય છે. આજે યાત્રિકોની સલામતીને ધ્યાને લઈને સુદામાં સેતુ ઉપર અવર જવર બંધ કરવામાં આવી છે. મોરબીની ઘટના બાદ દેવભૂમિ દ્વારકાના કલેક્ટરે આ નિર્ણય લીધો છે.
દ્વારકામાં તહેવારોને કારણે વધુ ભીડ હોવાથી આજ સવાર સુધી 100 1000 લોકોને સુદામા સેતુ પર જવાની પરવાનગી આપવામાં આવતી હતી પરંતુ યાત્રાળુઓની ભીડ વધતા જિલ્લા કલેકટર દ્વારા તહેવારો સુધી એટલે કે જ્યાં સુધી યાત્રાળુઓનો ઘસારો રહે ત્યાં સુધી સુદામા સેતુ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.. મેરા વેબની દ્વારકા જિલ્લા કલેકટર સાથે ની ટેલીફોનિક વાતચીતમાં તેઓએ જણાવ્યું કે ભીડ વધુ થાય અને સો સો લોકોને પરવાનગી આપીએ એટલે પબ્લિક સાથે ઘર્ષણના બનાવો વધતા જાય છે જેથી થોડા દિવસ સાવચેતી અને સલામતીના ભાગરૂપે સુદામા સેતુ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અને જેટલા સમય આ સુદામા સેતુ બંધ રહેશે એ સમયગાળા દરમિયાન જિલ્લા કલેકટરના જણાવ્યા અનુસાર તેની મેન્ટેનન્સ ની કામગીરી પણ કરવામાં આવશે.
કહેવાય છે ને કે “દેર આયે પર દુરુસ્ત આયે”તેની જેમ મોરબીની ઘટના બાદ આખરે દ્વારકા જિલ્લા કલેકટરની આંખ પણ ખુલી ગઈ છે જેથી તાત્કાલિક આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પ્રજાની સલામતી માટે લેવાયેલો નિર્ણય આવકારદાયક છે પરંતુ કોઈ આવી ઘટના ઘટે ત્યારબાદ જ તંત્રની આંખ કેમ ખુલે છે એ હજી સુધી કોઈ સમજી શક્યું નથી. કોઈપણ અગત્યત બનાવો બને ત્યારબાદ તંત્ર એક્શન મોડ માં આવી જાય છે શા માટે પહેલાથી આવા સલામતીના પગલાં લેવામાં આવતા નથી? આ પ્રકારના સલામતીના પગલાં જો અગાઉ મોરબીમાં લેવાયા હોત તો કદાચ આજે મોરબીમાં માતમ ન છવાયું હોત.. પરંતુ હર હંમેશા ની જેમ તંત્ર આ પ્રકારની કામગીરી માટે ટેવાયેલું છે. પાણી પહેલા પાળ બાંધવાની સિસ્ટમ અધિકારીઓમાં જાણે હોય જ નહીં એ રીતની કામગીરીથી અનેક લોકોના જીવ હોમાય છે..