Site icon Meraweb

કાર ચાલકો આ ખાસ વાંચો! નીતિન ગડકરીએ જાહેર કર્યો જબરજસ્ત પ્લાન

Nitin Gadkari announced a massive plan for Car drivers

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ લોકસભામાં એક મોટી જાહેરાત કરી છે. નીતિન ગડકરીએ કહ્યું કે, કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે કે, વાહનની તમામ સીટ પર એરબેગ્સ ફરજિયાત બનાવવાનો નિયમ ટૂંક સમયમાં રજૂ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે, કેન્દ્રીય મંત્રીનું નિવેદન લાંબા સમય પછી આવ્યું છે, અગાઉ તેમણે જાહેરાત કરી હતી કે, સરકાર કાર ઉત્પાદકો માટે મોટર વાહનોમાં ઓછામાં ઓછા છ એરબેગ્સ આપવાનું ફરજિયાત બનાવશે.

ભારતીય જનતા પાર્ટીના સાંસદ નિશિકાંત દુબેના આ પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, કારમાં એરબેગ્સ લગાવવી જ જોઈએ. પરંતુ પાછળની સીટ પર બેસનારાઓ માટે તે ફરજિયાત નથી. પરંતુ સરકારે હવે નિર્ણય લીધો છે કે, તે તમામ મુસાફરો માટે એરબેગ્સ રાખવાનું ફરજિયાત બનાવશે એટલે કે, હવે પાછળની સીટ પર બેસનારાઓએ પણ એરબેગ્સ લગાવવી પડશે.

લોકસભામાં પ્રશ્નકાળ દરમ્યાન ભારતીય જનતા પાર્ટીના સાંસદ નિશિકાંત દુબેએ એરબેગ્સનો મુદ્દો ઉઠાવ્યો અને પૂછ્યું, “દર વર્ષે, માર્ગ અકસ્માતમાં 1.50 લાખથી વધુ લોકો માર્યા જાય છે. સરકારે નિર્ણય લીધો છે કે, કારમાં છ એરબેગ્સ રાખવાનું ફરજિયાત બનાવતો નિયમ લાવવામાં આવશે. ડ્રાફ્ટ નોટિફિકેશન ડેટા આ વર્ષના ઓક્ટોબરમાં છે, પરંતુ તે બહાર પાડવામાં આવ્યો નથી. નોટિફિકેશન ક્યારે જારી કરવામાં આવશે જેથી ઓટોમેકર્સ તેમના વાહનોમાં આ ફીચર દાખલ કરી શકે

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ એમ પણ કહ્યું કે, સરકાર એક એરબેગની કિંમત માત્ર 800 રૂપિયાના પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે, જો કે, તેમણે માહિતી ક્યારે આપવામાં આવશે તે જણાવ્યું ન હતું. સરકારે હવે નિર્ણય લીધો છે કે, તે તમામ મુસાફરો માટે એરબેગ્સ રાખવાનું ફરજિયાત બનાવશે એટલે કે, હવે પાછળની સીટ પર બેસનારાઓએ પણ એરબેગ્સ લગાવવી પડશે.

નોંધનીય છે કે, આ પહેલા પણ નીતિન ગડકરીએ ગૃહમાં કહ્યું હતું કે, ઇલેક્ટ્રિક વ્હીકલ (EV)નું નિર્માણ સરકાર દ્વારા નિર્ધારિત સુરક્ષા માપદંડો અનુસાર થવું જોઈએ. નીતિન ગડકરીએ એમ પણ કહ્યું કે, ભારતમાં દર વર્ષે પાંચ લાખ માર્ગ અકસ્માત થાય છે, જેના કારણે લગભગ 1.5 લાખ લોકો મૃત્યુ પામે છે. આ સિવાય ઘણા ફોરમે ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવાની જાહેરાત કરી છે.