નીતા અંબાણીને મળ્યો આ વર્ષના સિટીઝન ઓફ મુંબઈ એવોર્ડ, રોટરી ક્લબ ઓફ બોમ્બેએ કરી જાહેરાત

Nita Ambani has received this year's Citizen of Mumbai Award, Rotary Club of Bombay has announced

રિલાયન્સ ફાઉન્ડેશનના નીતા અંબાણીને રોટરી ક્લબ ઓફ બોમ્બે દ્વારા મુંબઈનો નાગરિક 2023-2024 એવોર્ડ આપવામાં આવ્યો હતો. રિલાયન્સ ફાઉન્ડેશને આ માહિતી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X દ્વારા આપી હતી.

X પર પોસ્ટ કરતાં તેમણે લખ્યું, ‘રોટરી ક્લબ વતી, આ પુરસ્કાર નીતા અંબાણીને આરોગ્યસંભાળ, શિક્ષણ, રમતગમત, કલા અને સંસ્કૃતિના ક્ષેત્રોમાં પરિવર્તનકારી સંસ્થાઓના નિર્માણમાં તેમના યોગદાન માટે આપવામાં આવ્યો છે.’

Nita Ambani Receives Prestigious 'Citizen of Mumbai' Award - News18

આ પુરસ્કાર બાદ નીતા અંબાણીએ કહ્યું, ‘હું આ પુરસ્કાર પૂરી નમ્રતા સાથે સ્વીકારું છું. હું રોટરી ક્લબ ઓફ બોમ્બેના આપણા શહેર અને સમુદાયમાં અપાર યોગદાનની પ્રશંસા કરું છું.

તેમણે વધુમાં કહ્યું કે, ‘રોટરી સાથે મારા પરિવારનું જોડાણ દાયકાઓ જૂનું છે. મારા સસરા ધીરુભાઈ અંબાણી 1969માં માનદ રોટેરિયન બન્યા, ત્યાર બાદ તેમના પછી મુકેશ અંબાણી 2003માં માનદ રોટેરિયન બન્યા. નીતા અંબાણીએ વધુમાં જણાવ્યું હતું કે રોટેરિયન તરીકે આ તેમની 25મી વર્ષગાંઠ છે.