હવામાન વિભાગની નવી આગાહી! આજે સૌરાષ્ટ્ર અને ઉતર ગુજરાતને ધમરોળશે મેઘરાજા

New weather forecast! Meghraja will visit Saurashtra and North Gujarat today

રાજ્યમાં 15 દિવસના વિરામ બાદ ઘણા વિસ્તારોમાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે. વાવણી બાદ ઘણા જિલ્લાઓના ખેડૂતોને વરસાદની ખેંચ આખમાં કણાની જેમ ખૂંચતી હતી. પણ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં અને વાતરવરણમાં પલટો આવતા ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી છે. બનાસકાંઠા, સુરત, સુરેન્દ્રનગર, મહેસાણા, અરવલ્લી, ગીર સોમનાથ, રાજકોટ, પંચમહાલ, સાબરકાંઠા તેમજ અમદાવાદના કેટલાક વિસ્તારમાં સારો વરસાદ વરસ્યો છે.

New weather forecast! Meghraja will visit Saurashtra and North Gujarat today

એમાંય આજની આગાહી કરતા હવામાન વિભાગે જણાવ્યું કે, આજે રાજ્યના 13 જિલ્લાઓમાં અતિભારે વરસાદ વરસશે. આજે અમદાવાદમાં સારો એવો ભારે વરસાદ વરસી શકે છે. જેમાં  બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર અને નર્મદામાં ભારે વરસાદ પડશે.બીજી બાજુ તારીખ 6 ઓગસ્ટના રોજ 3 જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. જ્યારે 7 ઓગસ્ટના રોજ રાજ્યના 5 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. જ્યારે 8 ઓગસ્ટના રોજ 9 જિલ્લાઓમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

New weather forecast! Meghraja will visit Saurashtra and North Gujarat today

અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, ‘મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. તારીખ 6 ઓગસ્ટ સુધી મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. રાજ્યના અમુક વિસ્તારમાં 6 ઈંચથી વધુ વરસાદ પડશે જ્યારે તાપી અને નર્મદા નદીના જળસ્તરમાં પણ વધારો થશે.’ વધુમાં કહ્યું કે, ‘આગામી તારીખ 10 ઓગસ્ટ સુધી દક્ષિણ ગુજરાતમાં પણ અતિભારે વરસાદની શક્યતા રહેલી છે. જ્યારે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના રહેલી છે.’