Site icon Meraweb

ચીનની મનાઈ છતાં તાઈવાનના રાષ્ટ્રપતિને નેન્સી પેલોસી મળ્યા!

Nancy Pelosi met the President of Taiwan despite China's ban!

યુએસ સ્પિકર નેન્સી પેલોસીએ તાઈવાનના રાષ્ટ્રપતિ સાઈ ઈંગ વેન સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે સ્પષ્ટ કર્યું છે કે, અમેરિકા દરેક મોર્ચે તાઈવાનની સાથે છે. અમેરિકાએ તાઈવાન સાથે કરેલા વચનો નિભાવશે.

અમેરિકી પ્રતિનિધિસભાના સ્પિકર નેન્સી પેલોસીએ બુધવારે કહ્યું કે, તેમનું પ્રતિનિધિમંડળ આ વિસ્તારની શાંતિ માટે તાઈવાન આવ્યા છે. પેલોસીની આ યાત્રાથી ચીન ભડકેલુ છે અને ત્યાર બાદ રાજદ્વારી હલચલ પણ જોવા મળી રહી છે. ચીનની સતત ધમકીઓ છતાં પણ પેલોસી મંગળવારે મોડી રાતે તાઈવાનમાં ઉતર્યા હતા. તાઈવાનને પોતાનું ક્ષેત્ર માનનારા ચીને કહ્યું હતું કે, જો પેલોસી તાઈવાનની યાત્રા કરશે તો, તેને ચીન ઉશ્કેરણી તરીકે જોશે. આપને જણાવી દઈએ કે, ચીન તાઈવાનને પોતાનું ક્ષેત્ર માનતું આવ્યું છે અને કહે છે કે, તે ચીનમાં ભેળવી દે

અમેરિકી સંસદના નીચલા ગૃહના સ્પિકર નેન્સી પેલોસીએ તાઈવાનમાં કહ્યું હતું કે, તાઈવાનનું સમર્થન કરવા માટે સમગ્ર અમેરિકા એકજૂથ છે. સહયોગ અને સમર્થન માટે તાઈવાનો આભાર વ્યક્ત કરુ છું. અમે દરેક સ્તરે તાઈવાનનો સાથ આપીશું. તાઈવાનની સાથે રહીશું. તેમણે કહ્યું કે, તાઈવાન અને અમેરિકી દોસ્તી પર અમને ગર્વ છે. તાઈવાન સાથે કરેલા વાયદાથી અમે પાછી પાની કરીશું નહીં. 

યુએસ સ્પિકર નેન્સી પેલોસીએ તાઈવાનના રાષ્ટ્રપતિ સાઈ ઈંગ વેન સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે સ્પષ્ટ કર્યું છે કે, અમેરિકા દરેક મોર્ચે તાઈવાનની સાથે છે. અમેરિકાએ તાઈવાન સાથે કરેલા વચનો નિભાવશે. રાષ્ટ્રપતિ સાઈ ઈંગ વેને કહ્યું કે, તાઈવાન શાંતિ અને સ્થિરતા બનાવી રાખવા માટે કટિબદ્ધ છે અને અમે એક સ્વતંત્ર અને ખુલ્લા ઈંડો પેસેફિક સુનિશ્ચિત કરવા માટે ક્ષેત્રિય સુરક્ષા માટે એક પ્રમુખ સ્થિર શક્તિ બનાવીશું. અમે અમારા દેશની સંપ્રભુતાને મજબૂતીથી બનાવી રાખીશું. સાથે જ અમે લોકતાંત્રિક મૂલ્યોની રક્ષા માટે દુનિયાભરના તમામ લોકતંત્રો સાથે સહયોગ અને એકતા સાથે કામ કરવા માગીએ છીએ.