જામનગર સંસદીય મતવિસ્તારના ત્રણ મહત્વના સ્થળો ઉપર રેલ્વે વિભાગ દ્વારા કોરોના સમયે રદ કરાયેલ સ્ટોપેજને પુનઃ ચાલુ કરવા માટે સાંસદ પૂનમબેન માડમની રેલ્વે મંત્રીને કરેલ રજુઆત સફળ થઈ


રજુઆતને સુખદ વાચા આપીને મુંબઈ–ઓખા ટ્રેનનો અલીયાબાડા, વડોદરા–જામનગર ઈન્ટરસીટી ટ્રેનનો જામવણથલી, ઓખા–રાજકોટ ટ્રેનનો જાલીયાદેવાણી ખાતે સ્ટોપ મંજુર કરવામાં આવેલ છે

જેની અમલવારી સાંસદ પૂનમબેન માડમ દ્વારા આજરોજથી અલીયાબાડા રેલ્વે સ્ટેશને જામવંથલી રેલ્વે સ્ટેશને તેમજ જાલીયાદેવાણી રેલ્વે સ્ટેશન ઉપરથી ફલેગ ઓફથી શુભારંભ કરવામાં આવ્યો હતો.