મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના / ૧૩૦ મૃતદેહ પરિવારને સોપાયા, 2 મૃતદેહ હોસ્પિટલ ખાતે જ રખાયા, જાણો કેમ

મોરબીમાં આવેલો કેબલ બ્રીજ ધરાશાયી થવાની ઘટનામાં કુલ મૃત્યુઆંક 141 થયો છે. અને સમગ્ર મોરબીમાં માતમ છવાયેલો જોવા મળી રહ્યો છે. બ્રીજ દુર્ઘટનાની ગત સાંજની ઘટના બાદ હજુ પણ કેટલાક લોકો નદીમાં હોવાની શક્યતાને લઈને રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે.

સેનાની ત્રણેય પાંખ, એનડીઆરએફ, એસડીઆરએફ સ્થાનિક તરવૈયાઓની ટીમ રેસ્ક્યુ ચલાવી રહી છે. મોરબીમાં બ્રીજ દુર્ઘટનામાં 141 લોકોના મોતમાં સિવિલ હોસ્પિટલમાં 132 મૃતદેહ લાવવામાં આવ્યા હતા. જેમાંથી 130 મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યા છે. જ્યારે બે મૃતદેહ હોસ્પિટલ ખાસે રખાયા છે.આ મૃતદેહ કોલકત્તા અને દેવભૂમિ દ્વારકાના ખંભાળિયાના ભાણખોખરી ગામના હોવાનું મનાય છે. જ્યારે મોરબીના રહેવાસી અમૃતિયા હરેશભાઈ માવજીભાઈ અને તૌસીફ અફઝલ અજમેરી એમ બે વ્યક્તિ લાપતા હોય જેની શોધખોળ ચાલી રહી છે