આજે રાષ્ટ્રપતિ ચૂંટણી માટે ભૂપેન્દ્ર પટેલ સહિત ધારાસભ્યોએ પણ કર્યું મતદાન

MLAs including Bhupendra Patel also voted for the presidential election today

15માં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે આજે દેશમાં મતદાન થશે. જેમાં NDA તરફથી દ્રોપદી મુર્મૂ અને વિપક્ષના યશવંત સિન્હા મેદાનમાં છે. 21 જુલાઈએ મતગણતરી બાદ ખબર પડશે કે આવનારા રાષ્ટ્રપતિ કોણ હશે. રાષ્ટ્રપતિ ચૂંટણી માટે પીએમ મોદીએ પણ મતદાન કર્યું છે. આ સાથે ગુજરાતમાંથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ગાંધીનગર વિધાનસભા ખાતે મતદાન કર્યું છે. તેમજ આ તરફ કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મરે પણ મતદાન કર્યું છે. ગાંધીનગર વિધાનસભામાં આજે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે મતદાન કર્યું હતું.

MLAs including Bhupendra Patel also voted for the presidential election today

કોંગ્રેસ ધારાસભ્ય વિરજી ઠુમ્મરે રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન કર્યા બાદ નિવેદન આપતા કહ્યું હતું કે, પહેલાં દેશ અને પછી પક્ષ. આ સાથે ચૂંટણીમાં યશવંત સિન્હાની જીત થશે તેવું પણ ઉમેર્યું હતું. તો ભાજપના ધારાસભ્યો, સંસદ સભ્યો ક્રોસ વોટિંગ કરશે તે નિવેદન વિરજી ઠુમ્મરે આપ્યું છે. ચૂંટણીના એક દિવસ પહેલા યશવંત સિન્હાએ એક એવી અપીલ કરી હતી કે ભાજપમાં ડર પૈદા થઇ ગયો. યશવંત સિન્હાએ સાંસદો-ધારાસભ્યોને કહ્યું કે પોતાના અંતરઆત્માનો અવાજ સાંભળો અને મને મત આપો. તેમણે ભાજપના મતદારોને કહ્યું કે હું ક્યારેક તમારી પાર્ટીનો હતો.