જામનગરના કોમલ નગર વિસ્તારમાં લુખ્ખા તત્વો બેફામ , કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો

Miscreants rampant in Komal Nagar area of Jamnagar, serious questions on law and order situation

રીસામણે બેઠેલી યુવતીના ઘેર ધસી જઈ હંગામો મચાવી તોડફોડ કરી નાખી

હુમલા અને તોડફોડ અંગેનો વિડીયો શહેરભરમાં વાયરલ થયો: પોલીસ ફરિયાદ નોંધવા તજવીજ

જામનગર તા ૨૮, જામનગરમાં દિગજામ સર્કલ નજીકના કોમલ નગર વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે ૮ થી ૧૦ લુખ્ખા તત્વોએ આતંક મચાવ્યો હતો, અને ધોકા- પાઇપ સાથે રિસામણે બેઠેલી યુવતીના ઘેર જઈ હંગામો મચાવી ભારે તોડફોડ કરી નાખી હતી. સમગ્ર શહેરમાં વિડીઓ વાયરલ થયા પછી ચકચાર જાગી છે. સીટી સી ડિવિઝન પોલીસમાં મામલો લઈ જવાયા પછી પોલીસ ફરિયાદ નોંધવા તજવીજ કરવામાં આવી છે.

Miscreants rampant in Komal Nagar area of Jamnagar, serious questions on law and order situation

આ બનાવની વિગત એવી છે કે જામનગરના કોમલ નગર વિસ્તારમાં રહેતી એક યુવતી, કે જે પોતાના માવતરે આવીને રિસામણે બેઠી હતી. જેથી ૮ થી ૧૦ જેટલા લુખ્ખા તત્વો મોડી રાત્રીના સમયે ધોકા પાઇપ જેવા હથિયારો સાથે યુવતીના ઘેર ઘસી ગયા હતા.

Miscreants rampant in Komal Nagar area of Jamnagar, serious questions on law and order situation

સૌ પ્રથમ પથ્થર મારો કર્યા પછી બહાર પડેલા વાહનોમાં તોડફોડ કરી નાખી હતી. આસપાસના વિસ્તારના મકાનની બહાર રાખેલા ઝાડ-પાનના કુંડા વગેરે પણ ઉઠાવીને ફેંક્યા હતા, અને અપશબ્દો ઉચ્ચારી હંગામો મચાવ્યો હતો.

Miscreants rampant in Komal Nagar area of Jamnagar, serious questions on law and order situation

દરમ્યાન પરિવારના સભ્યોએ સમગ્ર ઘટના નો વિડીયો પોતાના મોબાઈલ ફોનમાં ઉતારી લીધો હતો, અને આજે સવારે તે વીડિયો શહેરમાં વાયરલ થતાં ભારે ચર્ચા જાગી છે. લુખ્ખા તત્વો ના હુમલામાં એક થી બે યુવાનોને ઇજા થઇ હોવાથી જામનગરની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે.
પોલીસને જાણ થતાં સીટીસી ડિવિઝનનો પોલીસ કાફ્લો ઘટના સ્થળે દોડી ગયો હતો, અને સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ શરૂ કરી દીધું છે, અને આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવવા પણ કાર્યવાહી હાથ ધરાઈ છે.