Site icon Meraweb

રાજ્યના 8 જિલ્લામાં ઓરેન્જ અને 7 જિલ્લામાં યલો એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યું

Meteorological department issued orange alert in 8 districts and yellow alert in 7 districts of the state

સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં જન્માષ્ટમીનામ તહેવારની તૈયારીઓ ધામેધુમે થઈ રહી છે. મેળાઓના આયોજન પણ થઈ રહ્યા છે.આ વચ્ચે એક મોટા સમાચાર આવ્યા છે. ફરી એકવાર હવામાન વિભાગ દ્વારા રાજયમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ કેટલાક તાલુકઓમાં ઓરેન્જ એલર્ટ પણ આપી દેવાયુ છે.  રાજ્યમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી વચ્ચે અમદાવાદમાં આજે વહેલી સવારથી જ અનેક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે.

નોંધનીય છે કે, ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે ગુજરાતના 8 જિલ્લામાં ઓરેન્જ અને 7 જિલ્લામાં યલો એલર્ટ આપ્યું છે. જેમાં દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તારીખ 17 ઓગસ્ટના રોજ એટલે કે આવતીકાલે રાજ્યમાં બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, કચ્છ, અમરેલી અને ગીર સોમનાથમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં વેલ માર્ક લો પ્રેશર સક્રિય થતા ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

અમદાવાદમાં પડી રહેલ સવારથી વરસાદને પગલે જનજીવન ખોરવાનું છે. લોકોને કામધંધે જવામાં ભારે હાલાકી પડી રહી છે.