જામનગરમાં ઓક્ટોબર માસમાં આકાશ માં રહેલ મૃગ નક્ષત્ર અને નવેમ્બર માસમાં સિંહ રાશિની ઉલ્કાવર્ષા માણી હતી.૨૦૨૪ ના વર્ષ ની અંતિમ ડિસેમ્બર માસ માં મિથુન રાશિ ની ઉલ્કાવર્ષામાણી શકાશે. આગામી ૧૬મી ડિસેમ્બર સુધી વહેલી સવારે સૂર્યોદયપહેલા ૫.૦૦ થી ૬.૩૦ સુધી મિથુન રાશિના ચમકતા તારા પુરુષ અને પ્રકૃતિ તારાની આસપાસ થી અલગ-અલગ દિશામાં ખરતા તારા માફક ઉલ્કા નજરે પડશે.મંગળ અને ગુરૂ ના ગ્રહ વચ્ચે રહેલા લઘુ ગ્રહ ના પટ્ટા આ ઉલ્કા નું ઉત્પતિ સ્થાન છે.પૃથ્વીના વાતાવરણ માં આ ઉલ્કા ૪૫૦૦૦ કી.મી. પ્રતિ કલાક ના વેગથી પ્રવેશે છે, અને ઘર્ષણ ને કારણે ૧૬૦૦ અંશ સેલ્સિયસ નાઉંચા ઉષ્ણતામાને સળગી ખરતા તારા સ્વરૂપે નજરે પડે છે. આ ઉલ્કા ખૂબ ઝડપી, સ્વેત અને ટુંકા પંથની હોય છે.