ગુજરાતમાં આવનારા 5 દિવસ સુધી મેઘરાજા મહેરબાન થશે

Meghraja will be gracious in Gujarat for the next 5 days

ગુજરાત રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગમી દિવસોમાં ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.જોઈએ તો આ વખતે દક્ષિણ ગુજરાત અને કચ્છમાં સારો એવો વરસાદી માહોલ બન્યો છે પરંતુ હવેની પારીમાં વરસાદ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને  ભીંજવશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દરિયામાં ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.જેમાં અમદાવાદમાં પણ ધોધમાર વરસાદ વરસવાની આગાહી કરી છે.તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ  જાહેર કરવામાં આવ્યું છે.

Meghraja will be gracious in Gujarat for the next 5 days

મેઘરાજા ધોધમાર વરસતા 50 જળાશયોને હાઇએલર્ટ પર મુકવામાં આવ્યા છે.તેમજ અત્યાર સુધી ગુજરાતમાં સરેરાશ 60 ટકા વરસાદ નોંધાયો છે.આ સાથે સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં દરમિયાન 126 તાલુકામાં વરસાદ નોધાયો છે. જેમાં સૌથી વધુ સિનોર, ડેડિયાપાડા અને સુત્રાપાડમાં 2 ઈંચ જેટલો વરસાદ તેમજ વડોદરામાં 1.75 ઈંચ, નાંદોદમાં 1.5 ઈંચ, સાગબારામાં 1.5 ઈંચ, કુકરમુંડામાં 1.25 ઈંચ, ગરુડેશ્વરમાં 1.25 ઈંચ, પાદરામાં 1.25 ઈંચ, માંગરોળમાં 1 ઈંચ, કોડીનારમાં 1 ઈંચ, ફતેપુરામાં 1 ઈંચ, વાગરામાં 1 ઈંચ જ્યારે અન્ય તાલુકાઓમાં સામાન્ય વરસાદ નોધાયો છે.