ગુજરાતમાં અગામી દિવસોમાં આ જગ્યા પર કરશે મેઘરાજા ધમાલ

Megharaja will make a fuss at this place in the coming days in Gujarat

ગુજરાત રાજ્યમાં આગમી થોડા દિવસોમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે જાહેર કરી છે. જેમાં હવામાન વિભાગે રાજ્યમાં અવનારા દિવસોમાં ભારે વરસાદની આગાહી કરી છે.ગુજરાતના જે વિસ્તારમાં ભારે વરસાદની આગાહી થઇ છે તેમાં સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, કચ્છ, જામનગર, દ્વારકા, પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત સુરત, વલસાડ અને નવસારીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં માધ્વયમ વરસાદ થવાની શક્યતા છે.આ ઉપરાંત વલસાડમાં તો મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ પણ કરી દીધી છે.

Megharaja will make a fuss at this place in the coming days in Gujarat

તેમજ વલસાડમાં સરેરાશ 4.48 ઈંચ વરસાદ વરસી છે. જેમાં સૌથી વધુ પારડીમાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે આ સાથે વાપીમાં 2.27 ઈંચ અને ઉમરગામમાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે કપરાડામાં 1.4 ઈંચ અને ધરમપુરમાં 1.20 ઈંચ વરસાદ થયો છે. વલસાડમાં ભારે વરસાદને કારણે છીપવાડ ગરનાળામાં પાણી ભરાયાં છે. જેથી ગરનાળા બહાર પોલીસનો બંદોબસ્ત ગોઠવી ગરનાળું બંધ કરવામાં આવ્યું છે.અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ, ભિલોડા તાલુકામાં પણ એક ઇંચ વરસાદ પડ્યો હતો. તો ભિલોડા,શામળાજી સહિતના પંથકમાં પણ વરસાદ શરુ થઈ ગયો છે.