રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 70 તાલુકાઓમાં મેઘરાજા મહેરબાન! હજુ આજે પણ વરસાદની આગાહી

Megharaja Meherban in 70 talukas in the last 24 hours in the state! Rain forecast even today

વરસાદને લઇ હવામાન વિભાગની આગાહી, આગામી 5 દિવસ રાજ્યમાં મેઘમહેરના થઇ શકે છે. 8 જુલાઈએ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના માછીમારોને આજથી દરિયો ન ખેડવાની સુચના આપવમાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારો વરસાદ વરસ્યો છે. પણ હજુ પણ ગુજરાતમાં વરસાદની સરેરાશ 34 ટકા ઘટ છે. 

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘો ઘડબડાતી બોલાવી રહ્યો છે. સોમવારે રાજ્યના કુલ 70 તાલુકામા વરસાદી મહેર જોવા મળી છે.અમરેલી સાવરકુંડલા અને ખાંભામાં 3 ઇંચ વરસાદ, પારડીમા 3 ઇંચ ઉમરગામમાં 2.5 ઇંચ વરસાદ, વાપી 2 ઇંચ  વિસાવદરમા 2 ઇંચ વરસાદ, સુરતના પલસાનામા 2 ઇંચ વરસાદ નોંધાયો છે.

બીજી બાજુ તારીખ 6 જુલાઈના રોજ નવસારી, સુરત, આણંદ વડોદરા, ભરૂચ, સુરત, પોરબંદર, ભાવનગર, અમરેલી, દ્વારકા, બોટાદ અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત, નવસારી, દમણ, વલસાડ, ખેડા, અમદાવાદ, પંચમહાલ, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, અમરેલી, નવસારી, સુરત, આણંદ,મ વડોદરા, ભરૂચ, સુર,  પોરબંદર, ભાવનગર, અમરેલી, દ્વારકા, બોટાદ, ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ પડવાની સંભાવના છે. સુરત અને નવસારીમાં NDRFની ટીમ તૈનાત કરી દેવાઇ છે. ભારે વરસાદની આગાહીને પગલે NDRFની ટીમ એલર્ટ થઇ ગઇ છે. સુરત અને નવસારીમાં 25 સભ્યોની ટીમ આવી પહોંચી છે. હાલ નીચાણવાળા વિસ્તારનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.