CCTV : પાંચ વર્ષના બાળક પર 6 સ્ટ્રીટ ડોગનો સામૂહિક હુમલો,બાળકનું કરૂણ મોત

દેશમાં કૂતરાઓનો આતંક અટકવાનું નામ નથી લઈ રહ્યો. દરરોજ એક યા બીજા શહેરમાંથી કૂતરાના હુમલાના સમાચાર આવતા રહે છે. તાજેતરનો મામલો તેલંગાણાનો છે. અહી રવિવારે રખડતા કૂતરાઓના કારણે 5 વર્ષના બાળકનું મોત થયું હતું. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. કૂતરાઓનો હુમલો એટલો ભયંકર હતો કે તેણે બાળકનું પેટ પણ ફાડી નાખ્યું. હુમલા બાદ તરત જ બાળકને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, જ્યાં તેનું મોત થયું.

ઘટના સીસીટીવી કેમેરામાં કેદ

આ ઘટના નિઝામાબાદની છે. બાળકનું નામ પ્રદીપ છે અને તેના પિતા ચોકીદાર તરીકે કામ કરે છે. આ ઘટનાએ રખડતા કૂતરાઓના ભય પર ચર્ચાને ફરી જગાડી છે, ઘણા લોકોએ અધિકારીઓ પાસેથી રખડતા કૂતરાઓ પર કડક પગલાં લેવાની માંગ કરી છે.

ગુજરાતના સુરતમાં છેલ્લા 15 દિવસમાં 477 લોકો કૂતરા કરડવાથી સારવાર માટે હોસ્પિટલ પહોંચ્યા હતા.