ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઇને શહેરના અનેક રહેશે રૂટ બંધ, જાણો કયા માર્ગ રહેશે બંધ!

Many routes of the city will be closed due to Lord Jagannathji's rathyatra, find out which road will be closed!

અમદાવાદની 145મી રથયાત્રાની તડામાર તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે, રથયાત્રાને ગણતરીની કલાકો જ બાકી છે. બે વર્ષ બાદ ભગવાન જગન્નાથજી નગર યાત્રાએ નીકળશે. આ રથયાત્રા અંતર્ગત અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસે જાહેરનામું બહાર પાડ્યું છે, જેમાં શહેરના ઘણા રસ્તાઓ બંધ રહેશે તો તે અંતર્ગત ઘણા વૈકલ્પિક રૂટની વ્યવ્સ્થા તંત્ર તરફથી રાખવામાં આવી છે.

સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં લઈને સમગ્ર શહેરને પોલીસ છાવણીમાં તબદીલ કરી નાખવામાં આવ્યું છે.ચાંપતો પોલીસ બંદોબસ્ત તેમજ ડ્રોન અને હેલિકોપ્ટરની મદદથી સર્વે રાખવામાં આવશે…

Many routes of the city will be closed due to Lord Jagannathji's rathyatra, find out which road will be closed!

રથયાત્રાનો માર્ગાજમાલપુર દરવાજા બહારથી જગન્નાથ મંદિરથી સવારે રથયાત્રાનો શુંભારંભ થશે. પછી રથયાત્રા જમાલપુર ચકલા, વૈશ્ય સભા, ગોળ લીમડા, આસ્ટોડીયા ચકલા, મદનગોપાળની હવેલી, રાયપુર ચકલા, ખાડીયા જુની ગેટ, ખાડીયા ચાર રસ્તા, પાંચકુવા, કાલુપુર સર્કલ, કાલુપુર બ્રીજ થઈને મોસાળ સરસપુર પહોંચશે.

બપોરે સરસપુર રથયાત્રા વિશ્રામ કર્યા બાદ, સરસપુરથી નીકળી કાલુપુર બ્રીજ, કાલુપુર સર્કલ, પ્રેમદરવાજા, જોર્ડન બજાર, બેચર લશ્કરની હવેલીસ દિલ્હી દરવાજા, હલીમની ખડકી, શાહપુર દરવાજા, શાહપુર ચકલા, રંગીલા ચોકી, ઓતમપોળ, આરસી હાઈસ્કૂલ, દિલ્હી ચકલા, ઘી કાંટા રોડ, પાનકોરનાકા, ફુવારા, ચાંદાલોળ, સાંકડીશેરીના નાકેથી માણેક ચોક શાકમાર્કેટ દાણાપીઠ, ગોળ લીમડા, ખમાસા, જમાલપુર ચકલાથી નીજ મંદિરે પરત ફરશે.