અમીછાંટણા રૂપે ભગવાન જગન્નાથે ભક્તો પર વરસાવ્યો વહાલ : વરસાદથી ભક્તો જુમી ઉઠ્યા

Lord Jagannath showers on devotees in the form of amichantana

ભગવાનની રથયાત્રામાં દર વર્ષે અમીછાંટણા થતા હોય છે. ત્યારે આ વર્ષે પણ ભગવાનની રથયાત્રામાં અમીછાંટણા થતા ભક્તો ઝૂમી ઉઠ્યા છે.તેમજ શહેરના જમાલપુર, ખમાસા, ખાડીયા અને ઢાળની પોળમાં ઝરમર-ઝરમર વરસાદ વરસ્યો છે.તેથી કહી શકાય કે અમીછાંટણા રૂપે ભગવાન જગન્નાથે ભક્તો પર વહાલ વરસાવ્યું છે.આ રથયાત્રાને લઇને સરસપુરમાં ભગવાનના મોસાળમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ભગવાનના મામેરામાં ઉપસ્થિત રહેવા ભક્તોએ બેન્ડવાજા સાથે ગરબાની રમઝટ બોલાવી.

Lord Jagannath showers on devotees in the form of amichantana

કોરોના કાળના બે વર્ષ બાદ અમદાવાદમાં ભગવાન જગન્નાથ, બહેન શુભદ્રા અને ભાઈ બળભદ્રની રથયાત્રા ધામધૂમથી નીકળી રહી છે, ત્યારે ખાડિયા ભક્તિના રંગમાં રંગાયું છે. નાથના વધામણાં કરવા માટે ખાડિયાના લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે નીકળેલી યાત્રા પરંપરાગત રીતે આગળ વધી રહી છે. જેમાં ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતા ટ્રકોનો કાફલો જોડાયો છે.રથયાત્રામાં લઠ્ઠબાજી અને ચક્ર કરતબ સાથે અખાડાના ટ્રકો ધીરે-ધીરે આગળ વધી રહ્યાં છે. પૂરજોશમાં કરતબ સાથે અખાડાના ટ્રકો આગળ પસાર થઇ રહ્યાં છે. રથયાત્રામાં વિવિધ થીમ પર ટ્રક તૈયાર કરવામાં આવ્યા છે. રથયાત્રાના રૂટ પર ઠેર-ઠેર મગની પ્રસાદીનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે.

Lord Jagannath showers on devotees in the form of amichantana

છેલ્લાં 7 વર્ષથી યજમાન પરિવાર જેની રાહ જોઈ રહ્યો હતો તેઓની તે ઇચ્છા આજે ભગવાને પૂરી કરી છે. ઠાકોર પરિવારે ભગવાનને મોંઘેરુ મોસાળુ અર્પણ કર્યું છે. યજમાન પરિવાર અત્યારે સરસપુર મંદિર પહોંચ્યો છે. મહત્વનું છે કે, ભગવાનના મોસાળા માટે વર્ષોવર્ષથી રાહ જોવાતી હોય છે.અમદાવાદમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ભગવાનની નગરચર્યા ધીરે-ધીરે આગળ વધી રહી છે. ગજરાજો ઢાળની પોળ પહોંચ્યા છે. ભગવાનના દર્શનની તાલાવેલી હોવાના કારણે ભક્તોની પણ ધીરે-ધીરે ભીડ જામી રહી છે.