Site icon Meraweb

હિન્દી સિનેમાને દુનિયાભરમાં ઓળખ અપાવનાર જાણો આ મહાન ફિલ્મમેકર વિશે

Learn about this great filmmaker who introduced Hindi cinema to the world

ભારતના સૌથી મહાન ફિલ્મકારોમાના એક બિમલ રૉયનો આજે જન્મદિવસ છે. તે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બિમલ દાના નામથી ફેમસ હતા. બિમલ રોય ખરા અર્થમાં હિંદી સિનેમાને દિશા બતાવનાર સાબિત થાય છે. તેનો જન્મ 12 જુલાઈ 1909માં ભારતના ઢાકામાં જમીનદાર પરિવારમાં થયો હતો. સિનેમા પ્રત્યેનો પ્રેમ બિમલ રૉયને કોલકાતાથી મુંબઈ ખેંચી લાવ્યો. માનવીય મુદ્દાઓ પર ફિલ્મો બનાવવામાં બિમલ રૉયની ખૂબી હતી. તેમની ફેમસ ક્લાસિક ગણાતી ફિલ્મ દો બીઘા જમીન તેનું ઉદાહરણ છે. જેને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ સ્થાન મળ્યું હતું અને કાન્સમાં તેમને ઈન્ટરનેશન અવૉર્ડ પણ મળ્યો હતો.

દો બીઘા જમીનનો આજે પણ હિંદી સિનેમાની 100 સર્વેશ્રેષ્ઠ ફિલ્મોમાં સમાવેશ કરવામાં છે. આ ફિલ્મ દિગ્દર્શકો માટે ધર્મપુસ્તક સમાન છે.રાજ કપૂરે પોતે આવી ફિલ્મ ન બનાવી શક્યાનો અફસોસ વ્યક્ત કર્યો હતો.જેમાં બ્યુટી ક્વીન મધુબાલાએ પણ બિમલ રૉય સાથે કામ ન કરી શકવાનો અફસોસ હોવાનું જતાવ્યું હતું. બિમલ રૉયની ફિલ્મોના સ્તરનો અંદાજ મધુબાલાના આ નિવેદન પરથી જ લગાવી શકાય છે.આ ઉપરાંત બિમલ રૉયે પરિણીતા, બિરાજ બહુ, મધુમતિ, સુજાતા જેવી ફિલ્મો બનાવી. જેમાંની તેમની ફિલ્મ મધુમતિને વર્ષ 1958માં 9 ફિલ્મફેર અવૉર્ડ મળ્યા હતા. અને આ રેકોર્ડ 37 વર્ષ સુધી કાયમ રહ્યો.હિંદી સિનેમાને નવી દિશા આપાવનાર આ સિતારો માત્ર 55 વર્ષની ઉંમરે આથમી ગયો. વર્ષ 1965માં કેન્સરના કારણે તેમનું નિધન થયું હતું.