Site icon Meraweb

વિરોધોના વંટોળ વચ્ચે પણ લાલસિંહ ચઢ્ઢા બોક્સ ઓફિસ પર દોડી! રક્ષાબંધનને પણ છોડી પાછળ

Lalsingh Chadha ran at the box office despite the whirlwind of protests! Leaving Raksha Bandhan behind too

વર્ષની શરૂઆતમાં જ બોક્સ ઓફીસ પર સાઉથની ફિલ્મો ધૂમ મચાવી રહી છે. એવામાં એક-બે બોલીવુડ ફિલ્મ છે જેને બોક્સ ઓફીસ પર સારી કમાણી કરી હોય. રક્ષાબંધનાનાં મોકા પર ગુરૂવારનાં દિવસે જ સિનેમાઘરોમાં બે મોટી બોલીવુડ ફિલ્મ રીલીઝ થઇ હતી. એક આમીર ખાનની ફીમ ‘લાલ સિંહ ચઢ્ઢા’ અને બીજી અક્ષય કુમારની ફિલ્મ ‘ રક્ષાબંધન’. બન્ને ફિલ્મોની એડવાન્સ બુકિંગ સમયે ટક્કર ચાલી રહી હોય એવું જોવા મળી રહ્યું હતું. એ જ સમયે ગયા અઠવાડિયે રીલીઝ થયેલ’સીતા રામમ’ અને ‘બીમ્બીસાર’ નાં બોક્સ ઓફીસ કલેક્શનમાં ઘટાડો થતા જોવા મળ્યો હતો. ચાલો જાણીએ બોક્સ ઓફીસ પર કેવો છે ફિલ્મોનો હાલ.. 

આમિર ખાન ચાર વર્ષ પછી ‘લાલ સિંહ ચઢ્ઢા’ ફિલ્મથી મોટા પડદા પર પાછો ફર્યો છે. આ ફિલ્મ હોલીવુડની 1994માં આવેલી ફિલ્મ ‘ફોરેસ્ટ ગમ્પ’ની ઓફિશિયલ રિમેક છે, જેને દર્શકો હાલ ઘણી પસંદ કરી રહ્યા છે. આમિરની ફિલ્મને શરૂઆતથી જ વિરોધનો સામનો કરવો પડી રહ્યો હતો, એ છતાં પણ સારું કલેક્શન કરશે એવી લોકોને આશા હતી. ‘લાલ સિંહ ચઢ્ઢા’એ પહેલા જ દિવસે 12 કરોડનું કલેક્શન કર્યું હતું. આમીરની ફિલ્મ કુલ 180 કરોડના બજેટમાં બની છે. 

આ વર્ષની બે મોટી ફ્લોપ મુવી આપ્યા પછી અક્ષય કુમારની ત્રીજી ફિલ્મ રીલીઝ થઇ ચુકી છે. ભાઈ-બહેનનાં સંબંધો પર બનેલ આ ફિલ્મને રક્ષાબંધનનાં તહેવારનો ફાયદો મળ્યો નથી. ફિલ્મ રક્ષાબંધન લાલ સિંહ ચઢ્ઢાથી કમાણીમાં પાછળ રહી ગઈ છે. પહેલાં દિવસે રક્ષાબંધન ફિલ્મે કુલ 9 કરોડની કમાણી કરી હતી.  મોહિત સૂરીનાં નિર્દેશનમાં બનેલ ફિલ્મ ‘એક વિલન રિટર્ન્સ’ને એક અઠવાડિયા પહેલાં રીલીઝ થવાનો પણ ફાયદો મળ્યો ન હતો, અત્યાર સુધી ફિલ્મે બોક્સ ઓફીસ કલેશનમાં ફક્ત 40 કરોડનો આંકડો વટાવ્યો છે.